ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
28 ઓગસ્ટ 2020
રામ મંદિર નિર્માણ માટે રામજન્મભૂમિ સંકુલમાં ખૂબ ઝડપથી રાત દિવસ કામ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં રામ મંદિર તરફ જવાના માર્ગમાં નડતા જર્જરિત મકાનો અને મંદિરો તોડી પાડવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. રામજન્મભૂમિ સંકુલ સ્થિત લગભગ 250 વર્ષ જુના સીતા રસોઇ મંદિરને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
એલ એન્ડ ટીની ટીમો જેસીબી અને અન્ય મશીનો દ્વારા પહેલા સીતા રસોઈ તોડવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પહેલાથી જ કહ્યું હતું કે રામ મંદિર સંકુલમાં હાજર લગભગ એક ડઝન જેટલા પ્રાચીન મંદિરો તોડી પાડવામાં આવશે. જેમાં લગભગ ત્રણ દાયકાથી પૂજા બંધ છે.
ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય પહેલેથી જ કહી ચૂક્યા છે કે આ મંદિરો તોડી પાડવામાં આવશે પરંતુ જ્યારે રામ મંદિર બનાવવામાં આવશે, ત્યારે આ તમામ મંદિરોના ગર્ભગૃહને યોગ્ય સ્થાને સ્થાપિત કરવામાં આવશે અને તેમની પૂજા-પ્રાર્થનાનો પ્રારંભ કરવામાં આવશે.
શ્રી રામ જન્મભૂમિના પૂજારી આચાર્ય સત્યેન્દ્રએ જણાવ્યું હતું કે રામજનમભૂમિ સંકુલમાં સીતારસોઇ, કૉપ ભવન, આનંદ ભવન, સાક્ષી ગોપાલ સહિતના એક ડઝન જેટલા મંદિરો છે, જેને ટ્રસ્ટે તોડી પાડવાનો નિર્ણય કર્યો છે.
રામ મંદિર નિર્માણની કામગીરી હવે ખુબ ઝડપી બની છે. ખાનગી કંપકનીના નાં મોટા મોટા મશીનો પણ શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં પહોંચવા લાગ્યા છે. ટ્રસ્ટે નક્કી કર્યું છે કે રામ મંદિરનું નિર્માણ ત્રણથી સાડા ત્રણ વર્ષમાં પૂર્ણ થવું જોઈએ. આ માટે, તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે, રાહ ફક્ત પાયો ખોદવાની જ જોવાઈ રહી છે. નિર્માણ કાર્યમાં ઉપયોગમાં લેવાતા એલ એન્ડ ટીના મોટા મશીનો પણ શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં પહોંચવા લાગ્યા છે. કન્ટેનર બાદ ગુરુવારે ફ્યુઅલ ટેન્ક અને મિક્સર મશીન પણ આવી પહોંચ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ જ ટૂંક સમયમાં ખાનગી બાંધકામ કંપનીના 100 જેટલા કાર્યકરો પણ અયોધ્યા પહોંચવાના છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com