News Continuous Bureau | Mumbai
Rama Katha: ભગવાન શ્રી રામની કથાને માર્ચથી શરૂ થતા નવા સત્રમાં ઉત્તરાખંડ વક્ફ બોર્ડ ( Uttarakhand Waqf Board ) સાથે જોડાયેલા મદરેસાઓ માટે નવા અભ્યાસક્રમનો એક ભાગ બનાવવામાં આવશે. વક્ફ બોર્ડ દેહરાદૂનના અધ્યક્ષ શાદાબ શમ્સએ ગુરુવારે જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે મદરેસામાં ( Madrasas ) ભણતા બાળકો ઔરંગઝેબ ( Aurangzeb ) જેવા નહીં પણ ભગવાન રામ ( Lord Rama ) જેવા બને.
તેમણે કહ્યું કે મદરેસાના વિદ્યાર્થીઓને પયગંબર મોહમ્મદ ( prophet Muhammad ) તેમજ ભગવાન રામની જીવનકથા શીખવવામાં આવશે. અનુભવી મુસ્લિમ ધર્મગુરુઓએ પણ આ પગલાને મંજૂરી આપી છે. નોંધનીય છે કે, દેહરાદૂનના અધ્યક્ષ શાદાબ શમ્સ ભાજપના નેતા પણ છે. તેમણે કહ્યું કે શ્રી રામ દ્વારા દર્શાવવામાં આવેલા મૂલ્યો દરેક વ્યક્તિ અનુસરવાને લાયક છે, પછી ભલે તે કોઈ પણ ધર્મ કે આસ્થાનો હોય.
ભગવાન રામના આર્દશો દરેક લોકોએ અનુસરવા જોઈએ…
એક રિપોર્ટ મુજબ, વક્ફ બોર્ડ હેઠળ 117 મદરેસા છે અને ઉક્ત આધુનિક અભ્યાસક્રમ ( curriculum ) શરૂઆતમાં દેહરાદૂન, હરિદ્વાર, ઉધમ સિંહ નગર અને નૈનીતાલ જિલ્લાની મદરેસાઓમાં શરૂ કરવામાં આવશે. શમ્સે કહ્યું કે આ વર્ષે માર્ચથી અમારા મદરેસા આધુનિકીકરણ કાર્યક્રમના ભાગરૂપે વક્ફ બોર્ડ સાથે જોડાયેલી મદરેસાઓમાં શ્રી રામ કથાનો અભ્યાસ શરૂ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Republic Day 2024 Parade: આજે દેશ ઉજવી રહ્યો છે પ્રજાસત્તાક દિવસ, કર્તવ્ય પથ પર જોવા મળી નારી શક્તિની ઝલક, જુઓ તસવીરો.
20મી સદીના મુસ્લિમ ફિલોસોફર અલ્લામા ઈકબાલને ટાંકીને શમ્સે કહ્યું કે ભારતને રામના અસ્તિત્વ પર ગર્વ છે, લોકો તેમને ઈમામ-એ-હિંદ માને છે (ભારતને ભગવાન રામના અસ્તિત્વ પર ગર્વ છે, લોકો તેમને ભારતના નેતા માને છે) માને છે. શમ્સે વધુમાં કહ્યું હતું કે, ભગવાન લક્ષ્મણ અને દેવી સીતા, જેઓ રાજ્યની સુખ-સુવિધાઓ છોડીને ભગવાન રામને વનમાં અનુસર્યા હતા, તે પણ અત્યંત પ્રેરણાદાયક હતા.