Site icon

Rameshwaram Cafe Blast Case: રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, 10 લાખ ઈનામી ફરાર બે આરોપીની ધરપકડ..

Rameshwaram Cafe Blast Case: કર્ણાટકના બેંગલુરુમાં રામેશ્વરમ કાફે બ્લાસ્ટના મામલામાં NIAએ બે ફરાર આરોપીને શોધવા માટે એક ટીમની રચના કરી હતી અને મળતી માહિતી મુજબ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા અને તેની આસપાસના સ્થળો પર ટૂંક સમયમાં જ NIAની ટીમને આ કેસમાં મોટી સફળતા મળી હતી.

Rameshwaram Cafe Blast Case NIA's big action in Rameshwaram Cafe blast case, two accused absconding with 10 lakh reward arrested.

Rameshwaram Cafe Blast Case NIA's big action in Rameshwaram Cafe blast case, two accused absconding with 10 lakh reward arrested.

News Continuous Bureau | Mumbai 

Rameshwaram Cafe Blast Case: રાષ્ટ્રીય તપાસ એજન્સી  ( NIA ) ને આજે રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા મળી. NIAએ આ કેસમાં 2 ફરાર આરોપીઓની ધરપકડ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ આ આરોપીઓની પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પાસે ધરપકડ કરી હતી. આ આરોપીઓએ 1 માર્ચે બેંગલુરુના એક કેફેમાં બ્લાસ્ટ કર્યો હતો. આ બ્લાસ્ટમાં 9 લોકો ઘાયલ થયા છે. 

Join Our WhatsApp Community

NIA ટીમના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે, ‘કર્ણાટકના બેંગલુરુમાં ( Bangalore ) રામેશ્વરમ કાફે બ્લાસ્ટના મામલામાં NIAએ બે ફરાર આરોપીને  શોધવા માટે એક ટીમની રચના કરી હતી અને મળતી માહિતી મુજબ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા અને તેની આસપાસના સ્થળો પર ટૂંક સમયમાં જ NIAની ટીમને આ કેસમાં મોટી સફળતા મળી હતી અને આ ટીમે આ બંને આરોપીને પકડી લીધા હતા. આ આરોપીઓ અહીં નકલી આઈડી પર છુપાયેલા હતા.

 આ કેસમાં અગાઉ 27 માર્ચે NIAએ આ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ આરોપીની ધરપકડ કરી હતી..

આ કેસમાં અગાઉ 27 માર્ચે NIAએ આ બ્લાસ્ટના ( Blast Case ) માસ્ટર માઈન્ડ આરોપીની ધરપકડ કરી હતી અને પશ્ચિમ બંગાળમાંથી મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. માસ્ટર માઈન્ડ આરોપીએ જ બોમ્બ બનાવવા માટે જરૂરી સામગ્રી પૂરી પાડી હતી. વિસ્ફોટ બાદ ફરાર બે આરોપીઓ પોતાની ઓળખ છુપાવીને છુપાય ગયા હતા. જેમાં આજે NIAએ બંને ફરાર આરોપીઓ જેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું તેમની ધરપકડ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election 2024: દરિયાની નીચે 60 ફૂટ EVM વડે મતદાન, મતદાનના અધિકારો અને જાગૃતિ ફેલાવવા માટે ચૂંટણી પંચની આ અનોખી પહેલ.. જુઓ વીડિયો.

નોંધનીય છે કે, બેંગલુરુના વ્હાઇટફિલ્ડમાં રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ થતાં ઓછામાં ઓછામાં ઓછા નવ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં ત્રણ કર્મચારી અને ગ્રાહકનો સમાવેશ થાય છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, 1 માર્ચના રોજ બપોરના સુમારે બેગમાં રાખેલી વસ્તુમાં વિસ્ફોટ થયો હતો. આ કાફે ( Rameshwaram Cafe Blast Case ) બેંગલુરુમાં સૌથી લોકપ્રિય ફૂડ જોઈન્ટ્સમાંનું એક હતું. બ્લાસ્ટ બાદ તરત જ ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
Exit mobile version