News Continuous Bureau | Mumbai
Rameshwaram Cafe Blast: બેંગલુરુમાં રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સી NIAને મોટી સફળતા મળી છે. NAIએ આ કેસના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. NIAના અધિકારીઓના જણાવ્યા અનુસાર મુખ્ય સૂત્રધાર પકડવા માટે કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના ત્રણ રાજ્યોમાં 18 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
NIA અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસનીશ ટીમે મુખ્ય સૂત્રધારને ( Accused ) પકડવા માટે કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના ત્રણ રાજ્યોમાં 18 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ કરાયેલ મુખ્ય સૂત્રધાર આ કેસના મુખ્ય આરોપીનો સહયોગી હતો…
ધરપકડ કરાયેલ મુખ્ય સૂત્રધાર આ કેસના મુખ્ય આરોપીનો સહયોગી હતો . બંનેએ સાથે મળીને આ વિસ્ફોટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 1 માર્ચે બેંગલુરુમાં રામેશ્વરમ કેફેમાં ( Rameshwaram Cafe ) વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં કુલ 10 લોકો ઘાયલ થયા હતા. NIAએ 3 માર્ચે આ કેસની તપાસ હાથ ધરી હતી. હાલમાં, આ કેસમાંઅન્ય એક માસ્ટરમાઇન્ડ છે અને તે હાલમાં ફરાર હોવાનું તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: લોકસભામાં ચૂંટણીમાં જીતની હેટ્રીક લગાવવા પીએમ મોદીનું ફોક્સ હવે આ સમુદાયની મહિલાઓ પર, મહિલાઓને આપી વધુ તકો.
આ કેસમાં ધરપકડ કરાયેલ વિસ્ફોટને અંજામ આપવામાં મુખ્ય સુત્રધારને અન્ય બે આરોપીઓએ મદદ કરી હતી. તેણે બ્રુકફિલ્ડ વિસ્તારમાં આઈટીપીએલ રોડ પર વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલ આઈઈડી વિસ્ફોટકો પહોંચાડ્યા હતા. દરમિયાન કેફે બ્લાસ્ટની ઘટના બાદ મુખ્ય સુત્રધાર થોડો સમય બેંગ્લોરમાં ( Bangalore ) જ રહ્યો હતો. તેમજ અન્ય આરોપીઓ ઘટના બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. NIA ને તપાસમાં જાણવા મળ્યુ હતું કે તે વારંવાર પોતાનું લોકેશન બદલી રહ્યો હતો અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળતો હતો.
તપાસ એજન્સીએ ગુરૂવારે આ કેસ સાથે જોડાયેલા પુરાવા એકત્ર કરવા માટે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. આરોપીઓના ઘર, દુકાનો અને અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલામાં NIAની ટીમે આરોપીઓ પાસેથી અનેક ડિજિટલ ઉપકરણો અને રોકડ જપ્ત કરી હતી. તેમજ આ કેસ સાથે જોડાયેલા અન્ય આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.