News Continuous Bureau | Mumbai
Rangoli video : હાલ સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના નરસિંહપુર (Narsinghpur) માં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખૂબ જ ગુસ્સે થયેલી મહિલા સ્કોર્પિયોને લાકડી વડે મારતી જોવા મળે છે. જેના કારણે કારનો કાચ તૂટી ગયો હતો. હાલમાં સ્કોર્પિયોના માલિકે પોલીસ સ્ટેશન જઈને મહિલા વિરુદ્ધ FIR નોંધાવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ મામલો નરસિંહપુર જિલ્લાના ગદરવાડાનો છે. અહીં દિવાળીના તહેવાર દરમિયાન મહિલા (woman) એ પોતાના ઘર આગળ રંગોળી (Rangoli) બનાવી હતી. દરમિયાન એક સ્કોર્પિયો (Scorpio) ના ચાલકે પોતાની કાર રંગોળીઓ ઉપર ચલાવીને બગાડી દીધી હતી. આ જોઈને મહિલા ગુસ્સે ભરાઈ ગઈ. ત્યાર બાદ મહિલાએ નજીકમાં ઉભેલી સ્કોર્પિયો પર લાકડી (wooden stick) વડે હુમલો કર્યો અને પોતાનો બધો ગુસ્સો સ્કોર્પિયો પર કાઢયો.
વીડિયોમાં શું છે?
मेरी रंगोली क्यूँ मिटाई ? रंगोली विवाद में महिला ने की गाड़ी में की तोड़ फोड़, मामला नरसिंहपुर ज़िले की गाडरवारा के बरांझ का, गाड़ी की विंड स्क्रीन तोड़ने वाली महिला मधु जैन पर मामला दर्ज @ABPNews pic.twitter.com/AS56LG2h1E
— Brajesh Rajput (@brajeshabpnews) November 25, 2023
વાયરલ વીડિયોમાં એક મહિલા હાથમાં લાકડી લઈને ગુસ્સામાં છે અને સ્કોર્પિયો તોડવા જાય છે. આ દરમિયાન વીડિયો બનાવનાર વ્યક્તિ પાછળનો કાચ તોડવાનું કહે છે, પછી તેણે આગળનો કાચ તોડવાનું કહ્યું હતું. ત્યારપછી તેણે લાકડી વડે કાચને ફટકારીને સ્કોર્પિયોનો કાચ તોડી નાખ્યો અને પોલીસને બોલાવવાનું કહ્યું.
આ સમાચાર પણ વાંચો : Pressure cooker baking: કેક બનાવવા ઓવનની જરૂર નથી, પ્રેશર કૂકરમાં જ બનાવો સ્પોન્જી કેક.. ફોલો કરો આ સરળ ટિપ્સ.
મહિલા સામે ફરિયાદ નોંધાઈ
મહિલાના આ હુમલાથી કારનો આગળનો કાચ તૂટી ગયો હતો. કાર માલિક ગદરવારા પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તે જ સમયે, આ મહિલાના વાયરલ વીડિયોનો વિધાનસભા ચૂંટણીમાં વિરોધીઓ દ્વારા ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભાજપ નેતાની પત્નીનો ગુસ્સો પણ ઉમેરાયો હતો.