News Continuous Bureau | Mumbai
Ranjit Savarkar : જો ભગવાનને ચઢાવવામાં આવેલ પ્રસાદ ( Prasad ) અશુદ્ધ હોય તો તેનું પરિણામ વિપરીત આવે છે. માટે ભગવાનને ચઢાવવામાં આવતો પ્રસાદ હંમેશા શુભ પરિણામ માટે શુદ્ધ હોવો જોઈએ, આ મત સ્વતંત્રતા વીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના કાર્યકારી અધ્યક્ષ અને ઓમ પ્રતિષ્ઠાન ( Om Pratishthan ) સંસ્થાના પ્રમુખ રણજીત સાવરકરે મિડીયા સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યો હતો.
હાલમાં હિન્દુ મંદિરોની બહાર પ્રસાદ વિક્રેતાઓની મોટી સંખ્યામાં દુકાનો લાગેલી નજરે ચઢે છે. તેમાંથી ઘણા વિક્રેતાઓ અન્ય ધર્મના હોય છે. તેથી ઘણા વિક્રેતાઓ આ પ્રસાદમાં ભેળસેળ ( Prasad Adulteration ) કરે છે. જેમાં ગાયની ચરબીમાંથી બનાવેલ ભેળસેળયુક્ત ઘીનાં કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવ્યા છે. તેથી, હવે તમામ હિન્દુ સંગઠનો ‘ઓમ પ્રતિષ્ઠાન’ ની છત્રછાયા હેઠળ એક થયા છે. આ ભેળસેળને રોકવા અને હિંદુ મંદિરોમાં ( Hindu temples ) પ્રસાદની શુદ્ધતા અને અખંડિતતા જાળવવા માટે ઓમ પ્રમાણપત્રનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. આ માટે નાસિકમાં હિન્દુ સંગઠનોએ આ કાર્યક્રમ આયોજન કર્યું હતું. આ ચળવળ શુક્રવાર, 14 જૂન, ના નાસિકના ( Nashik ) ત્ર્યંબકેશ્વર મંદિર ( trimbakeshwar temple ) વિસ્તારમાં કેટલાક મીઠાઈ વિક્રેતાઓને ઓમ પ્રમાણપત્રોના ( OM certificates) વિતરણ સાથે શરૂ થઈ હતી.
Ranjit Savarkar : ત્ર્યંબકેશ્વરમાં ભેળસેળયુક્ત પેંડાનું વિતરણ થયું હોવાના સમાચાર મળ્યા બાદ આ ચળવળ શરુ કરાઈ..
આ સમયે રણજીત સાવરકર સાથે મહંત આચાર્ય પીઠાધીશ્વર ડૉ. અનિકેત શાસ્ત્રી મહારાજ, પીઢ અભિનેતા શરદ પોંક્ષે, સ્વતંત્રતા વીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના ટ્રેઝરર મંજારી મરાઠે અને હિન્દુ જનજાગૃતિ સંગઠનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : OM Certificate : નાસિકના ત્ર્યંબકેશ્વરથી ઓમ પ્રતિષ્ઠાનની પ્રસાદ શુદ્ધિ ચળવળની શરૂઆત, હિન્દુ ધાર્મિક સ્થળો પર પ્રસાદ વેચતી દુકાનોને હવે ઓમ પ્રમાણપત્ર અપાશે!..
સર્ટિફિકેટ વિતરિત થયા બાદ રણજીત સાવરકરે મીડિયા સાથે વાત કરતા આ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. ત્ર્યંબકેશ્વરમાં ભેળસેળયુક્ત પેંડાનું વિતરણ થયું હોવાના સમાચાર મળ્યા હતા. અમરાવતીમાં આ પેડા બનાવવા માટે ગાયની ચરબી અને ઘીનો ઉપયોગ કરીને તેમાંથી 100 ગ્રામના પેકેટ બનાવીને મંદિરમાં લઈ જવામાં આવ્યા હતા. આ પ્રકારની બાબતને રોકવા માટે અમે મહંત અનિકેત શાસ્ત્રી સાથે ચર્ચા કરીને કેટલાક પગલાં લેવાનું નક્કી કર્યું હતું અને આ ઓમ સર્ટિફિકેટ કન્સેપ્ટને નાસિક વિસ્તારની 13 મોટી હિન્દુ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ટેકો અને આશીર્વાદ આપવામાં આવ્યો છે અને તેઓએ કેટલીક માર્ગદર્શિકા પણ આપી હતી.
ઓમ પ્રમાણપત્ર પ્રસાદની શુદ્ધતાની ખાતરી આપશે. આ પ્રમાણપત્ર કોઈપણ વિક્રેતા પર બળજબરીથી લાદવામાં આવશે નહીં અને તે સ્વૈચ્છિક હશે. આ ‘ઓમ પ્રમાણપત્ર’ અભિયાન ત્ર્યંબકેશ્વરથી શરૂ થયું હતું. આ અભિયાન પહેલા રાજ્યમાં અને બાદમાં દેશભરના તમામ મંદિરોમાં ચલાવવામાં આવશે.