News Continuous Bureau | Mumbai
પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી (CM) મમતા બેનર્જી (Mamta Banerjee) નાદિયા(Nadia) માં સગીર બાળકી સાથે કથિત રીતે રેપ અને બાદમાં તેની હત્યા મામલે શરમ જનક નિવેદન આપ્યુ છે.
મમતા બેનર્જીએ આ ઘટના પર સવાલ ઉઠાવીને કહ્યુ કે, શું ખરેખર સગીરા સાથે રેપ થયો હતો કે પછી તેનો લવ અફેર હતો, ત્યારબાદ તે પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી.
સાથે તેમણે કહ્યુ કે તમે કેવી રીતે જાણો છો કે તેની સાથે રેપ થયો હતો. પોલીસે હજુ સુધી મોતનુ કારણ જણાવ્યું નથી. મેં તેમને પૂછ્યું હતું કે શું તે પ્રેગ્નેન્ટ હતી કે તેનો લવ અફેર હતો કે તે બીમાર હતી.
જો કપલ રિલેશનશિપમાં છે તો આપણે તેમને કેવી રીતે રોકી શકીએ, આ યુપી નથી કે હું લવ જેહાદના નામે આવું કરી શકું.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે બાળ આયોગ આ કેસમાં બળાત્કાર અને હત્યાની તપાસ કરશે.
આ સમાચાર પણ વાંચો : ભાજપે ફરી એકવાર રચ્યો ઈતિહાસ.. વિધાનસભા બાદ હવે વિધાનપરિષદમાં પ્રચંડ જીત, આ પક્ષના સૂપડા સાફ કરી નાખ્યા