ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
ઠાકરે પરિવાર અત્યારે સમગ્ર જગ્યાએથી મુસીબતનો સામનો કરી રહ્યો છે. એક તરફ રાજ્ય સરકાર ઉપર મોટું સંકટ આવ્યું છે ત્યારે બીજી તરફ આદિત્ય ઠાકરે ને કોરોના થયો છે. તાજા સમાચાર મુજબ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પત્ની અને સામના ના સંપાદક રશ્મિ ઠાકરે ને પણ કોરોના થયો છે. તેઓ સરકારી નિવાસ્થાન વર્ષા ખાતે હોમ કોરન્ટીન થયા છે.