News Continuous Bureau | Mumbai
Ration card E KYC :
- સાચા રેશનકાર્ડ ધારકોને અનાજનો લાભ આપવા સરકાર સતત પ્રયત્નશીલ
- કાર્ડ ધારકો માટે હવે ઘરે બેઠા My ration app દ્વારા પણ e-KYCની સુવિધા ઉપલબ્ધ
રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકને અનાજનો જથ્થો મળી રહે તે માટે શરૂ કરેલ e-KYC એ એક સાચા લાભાર્થીની ઓળખ પ્રસ્થાપિત કરીને તેમને પૂરતો અનાજનો જથ્થો સમયસર મળી રહે તે માટેનું ક્રાંતિકારી પગલું છે. રાજ્ય સરકાર પાત્રતા ધરાવતા તમામ સાચા રેશનકાર્ડ ધારકોને લાભ આપવા સતત પ્રયત્નશીલ છે તેમ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.
વધુમાં સાચા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ-NFSA કાર્ડ ધારકોએ e-KYC કરાવવું જરૂરી છે. અત્યાર સુધીમાં આ અંતર્ગત રાજ્યમાં ૮૫ ટકા કરતા પણ વધારે NFSA રેશનકાર્ડ ધારકોનું e-KYC પૂર્ણ કરવામાં આવ્યું છે. બાકીના સાચા NFSA રેશનકાર્ડ ધારકોને સમયસર પૂરતો અનાજનો જથ્થો મળી રહે તે માટે સત્વરે e-KYC કરાવી લેવા રાજ્ય સરકાર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. જેથી e-KYCની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ NFSA રેશનકાર્ડ ધારકોને મળવા પાત્ર અનાજના જથ્થાનું સમયસર વિતરણ કરી શકાય.
આ સમાચાર પણ વાંચો : Recharge Well Project :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો
ઉલ્લેખનીય છે કે, કાર્ડધારકો હવે ઘરે બેઠા My ration app ઉપરાંત નજીકની મામલતદાર કચેરી/ ઝોનલ કચેરી કે ગ્રામપંચાયતમાં જઈને પણ સત્વરે e-KYC કરાવી શકે છે તેમ,યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.