ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ભારતીય રિઝર્વ બેન્કે યુકો બેંકને મોટી રાહત આપી છે.
રિઝર્વ બેંકે યુકો બેંકને તેના તાત્કાલિક સુધારાત્મક ક્રિયા પદ્ધતિના નિયંત્રણોમાંથી મુક્ત કરી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ નાણાકીય વર્ષ 2021 ના ચોથા ત્રિમાસિક ગાળામાં વધુ સારા પરિણામોથી સંતુષ્ટ આરબીઆઈએ યુકો બેંકને પીસીએના પ્રતિબંધોમાંથી મુક્ત કરી છે.
સાથે જ બેંક પરથી પ્રતિબંધ હટાવવા માટે બેંકે અમુક નિયમો જાળવવા પડશે. આ માટે બેંક પાસેથી લેખિતમાં નિવેદન પણ લેવામાં આવ્યું છે
જો કે, આ સાથે ચોક્કસ શરતો અને સતત દેખરેખ ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે બેંકની મુખ્ય શાખા કોલકાતા શહેરમાં છે. જે 2017 થી પીસીએ ધોરણો હેઠળ છે. આ સમય દરમિયાન બેંક આરબીઆઈની કડક દેખરેખ હેઠળ હતી. નવી લોન આપવા સહિત બેંક પર વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.
ગણેશોત્સવ માટે ભાવિકો કોંકણ જવા મુંબઈથી નીકળ્યા, પણ ખાડાઓમાં અટવાયા, ચારે બાજુ હેરાનગતિ