Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાએ ભ્રષ્ટાચારનું મોઢુ ખોલ્યું. વધુ એક વાર મુંબઈમાં ફેરિયાઓનો થશે સર્વે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
05 નવેમ્બર 2020.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મુંબઈના ફેરિયાઓનું ફરીથી સર્વેક્ષણ કરવામાં આવશે. આ પહેલા 2014 માં આ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો હતો. નવા સર્વેમાં હવે કોર્પોરેટરો અને પદાધિકારીઓને પણ સર્વે સમિતિઓમાં સ્થાન અપાશે. કેન્દ્ર સરકારની યોજના દ્વારા તેમને કેવી રીતે મદદ કરવી તે અંગેની યોજના બનાવવામાં આવશે.

Join Our WhatsApp Channel

મુંબઈમાં અનધિકૃત પેડલર્સની સંખ્યા સત્તાવાર કરતા અનેકગણી વધારે છે. સચિવાલયના અધિક મુખ્ય સચિવ, મુખ્ય પ્રધાનના મુખ્ય સચિવ, અધિક મ્યુનિસિપલ કમિશનર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ 2014 માં, બીએમસીએ કરેલા સર્વેમાં 99435 ફેરિયાઓની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 17500 યોગ્યતા પાત્ર હતા.

જો એમ હોય તો, નવા સર્વેક્ષણમાં તપાસ કરવામાં આવશે કે આ ફેરિયાઓ પાસે મહારાષ્ટ્રનો રહેવાસી હોવાનું પ્રમાણપત્ર છે કે કેમ. બાંહેધરી લેવામાં આવશે કે સંબંધિત અરજદાર પોતે અથવા તેના પરિવારના સભ્યો દ્વારા જ હોકરનો ધંધો કરાશે. સાથે જ એવી બાંયધરી કે અરજદાર પાસે નિર્વાહ માટે અન્ય કોઈ સાધન નથી અને હોકરનું સર્ટિફિકેટ / લાઇસન્સ ભાડે આપવામાં આવશે નહીં અથવા કોઈને ટ્રાન્સફર કરવામાં આવશે નહીં, જેવીબાંહેધરી પણ લેવામાં આવશે..

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version