News Continuous Bureau | Mumbai
એકનાથ શિંદે(Eknath Shinde) પાસે પૂરતા ધારાસભ્યો(MLAs Support)નું સમર્થન હાંસલ છે. બે તૃતીયાંશ બહુમતી માટે માત્ર અમુક ધારાસભ્યો ઓછા પડી રહ્યા છે. આવા સમયે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thacekray)ના કાયદાકીય દાવપેચનો જવાબ હવે કાયદાથી આપવાની શરૂઆત થઈ ગઈ છે. શિવસેના(Shivsena)એ એકનાથ શિંદે તેને ડરાવવા માટે તમામ ધારાસભ્યો(MLAs)ના નેતા પદેથી તેમને ખસેડી નાખ્યા, તેમજ વિધાયક દળના નેતાના પદ ઉપર અજય ચૌધરી(Ajay Choudhary) નામના વ્યક્તિને નિયુક્તિ કરી હતી. માત્ર ગણતરીની મિનિટોમાં એકનાથ શિંદેએ વિધાનસભા(Vidhansabha)ના ઉપસભાપતિ નરહરિ જીરવળને પત્ર લખીને ઉદ્ધવ ઠાકરેની નિયુક્તિને ચેલેન્જ આપી છે. કાયદાકીય રીતે જોતા જે વ્યક્તિ પાસે ધારાસભ્યોનું પૂરતું પીઠબળ હોય તે વ્યક્તિ વિધાનસભ્યોના નેતા તરીકે ચૂંટી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેએ જેવો મુખ્યમંત્રી નો બંગલો છોડ્યો કે તરત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં સાત ફરિયાદો થઈ
હવે સૌથી દિલચસ્પ બાબત એ છે કે જો એકનાથ શિંદેના દાવાને યોગ્ય ઠરાવવામાં આવે તો એકનાથ શિંદે આખેઆખી શિવસેના(Shivsena Chief)ના સર્વેસર્વા બની બેસે. ત્યારબાદ તેઓ શિવસેના પાર્ટી ના અધ્યક્ષ સુદ્ધા બની શકે છે. એકનાથ શિંદેના એક પત્ર ને કારણે આખેઆખું ઠાકરે પરિવાર હલી ગયું છે. જો આ દિશામાં કાયદેસર રીતે આગળ વધવામાં આવે તો ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદ નહીં પરંતુ આખેઆખી શિવ સેના છોડવી પડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે.