ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
24 ઓક્ટોબર 2020
મીરા ભાયંદર વિધાનસભા મત વિસ્તારના અપક્ષ ધારાસભ્ય ગીતા ભરત જૈન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં માતોશ્રી ખાતે શિવસેનામાં જોડાશે.
જ્યારે ગીતા જૈન મીરા ભાયંદરના મેયર હતા ત્યારે તેઓ ભાજપના સ્થાનિક નેતા અને ધારાસભ્ય નરેન્દ્ મહેતા સાથે તેમના કામ અને વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે દલીલ કરી હતી. કેમકે, ગયા વર્ષે તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નજીક માનવામાં આવતા નરેન્દ્ર મહેતાને ટીકીટ આપવામાં આવી હતી. આથી વિધાનસભાની ચૂંટણીમાં ગીતા જૈન ભાજપમાંથી બળવો કરીને ચૂંટણી લડયાં હતાં અને ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મહેતાને હરાવ્યા હતાં.
બીજી તરફ શિવસેનાએ જૈન ધારાસભ્ય બન્યા ત્યારથી તેમને રાજ્ય પ્રધાન પદની ઓફર કરી હતી. પરંતુ તે સમયે ગીતા જૈને ભાજપને ટેકો આપવાનો નિર્ણય લીધો હતો. આ પછી, રાજ્યમાં સત્તાનું તમામ ગણિત બદલાયું અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહાગઠબંધનની સરકાર આવી. રાજ્યમાં સત્તાના બદલાયેલા સમીકરણને ધ્યાનમાં લઈને ગીતા જૈને શિવસેનામાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આનો લાભ શિવસેનાને મળશે. દરમિયાન, ગીતા જૈનનો પ્રવેશ મીરા ભાઈંદરમાં શિવસેનાને વધુ મજબૂત બનાવશે.
