Site icon

એકનાથ ખડસે પછી ભાજપને બીજો મોટો ઝટકો, આ ધારાસભ્ય હવે શિવસેનામાં સામેલ થશે.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
24 ઓક્ટોબર 2020

મીરા ભાયંદર વિધાનસભા મત વિસ્તારના અપક્ષ ધારાસભ્ય ગીતા ભરત જૈન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં માતોશ્રી ખાતે શિવસેનામાં જોડાશે. 

Join Our WhatsApp Community

 

જ્યારે ગીતા જૈન મીરા ભાયંદરના મેયર હતા ત્યારે તેઓ ભાજપના સ્થાનિક નેતા અને ધારાસભ્ય નરેન્દ્  મહેતા સાથે તેમના કામ અને વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે દલીલ કરી હતી. કેમકે,  ગયા વર્ષે તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નજીક માનવામાં આવતા નરેન્દ્ર મહેતાને ટીકીટ આપવામાં આવી હતી. આથી વિધાનસભાની ચૂંટણીમાં ગીતા જૈન ભાજપમાંથી બળવો કરીને ચૂંટણી લડયાં હતાં અને ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મહેતાને હરાવ્યા હતાં.

બીજી તરફ શિવસેનાએ જૈન ધારાસભ્ય બન્યા ત્યારથી તેમને રાજ્ય પ્રધાન પદની ઓફર કરી હતી. પરંતુ તે સમયે ગીતા જૈને ભાજપને ટેકો આપવાનો નિર્ણય લીધો હતો. આ પછી, રાજ્યમાં સત્તાનું તમામ ગણિત બદલાયું અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહાગઠબંધનની સરકાર આવી. રાજ્યમાં સત્તાના બદલાયેલા સમીકરણને ધ્યાનમાં લઈને ગીતા જૈને શિવસેનામાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આનો લાભ શિવસેનાને મળશે. દરમિયાન, ગીતા જૈનનો પ્રવેશ મીરા ભાઈંદરમાં શિવસેનાને વધુ મજબૂત બનાવશે.

Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Exit mobile version