News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં ચાલી રહેલા રાજકીય સંકટનો મામલો સુપ્રીમ કોર્ટ(supreme court)માં પહોંચી ગયો છે ત્યારે મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ નવો વળાંક લઈ રહ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સરકાર તથા પાર્ટીને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ જ ક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ તમામ બળવાખોર ધારાસભ્યો(rebele MLAs)ના ખાતા આંચકી લીધા છે અને મંત્રીમંડળમાં ફેરબદલ કર્યો છે. નવા મંત્રીઓને આ વિભાગોનો હંગામી હવાલો સોંપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર મંત્રીઓના ખાતા અન્ય મંત્રીઓને સોંપ્યા જેથી લોકોના કામ અટકે નહીં.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો ફરી બદલાશે- સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે શિંદે જૂથના આટલા ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં હોવાનો દાવો-જાણો વિગતે
એકનાથ શિંદે(Eknath shinde) (શહેરી વિકાસ મંત્રી) – સુભાષ દેસાઈ
ગુલાબરાવ પાટીલ(Gulabrao Patil) (પાણી પુરવઠા અને સ્વચ્છતા મંત્રી) – અનિલ પરબ
દાદા ભુસે(Dada Bhuse) (કૃષિ મંત્રી) – શંકરરાવ ગડાખ
અબ્દુલ સત્તાર (રાજ્ય મંત્રી, મહેસૂલ, ગ્રેવિકાસ, બંદરે, ખાર જમીન વિકાસ) – પ્રાજક્તા તાનપુરે
ઉદય સામંત(Uday Samant) (ઉચ્ચ ટેકનીકલ શિક્ષણ મંત્રી) – આદિત્ય ઠાકરે
રાજેન્દ્ર પાટીલ યાદવરકર (રાજ્ય મંત્રી, જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ખાદ્ય અને ઔષધ વહીવટ, કાપડ, સાંસ્કૃતિક બાબતો) – સુભાષ દેસાઈ
બચ્ચુ કડુ (રાજ્ય મંત્રી, શાળા શિક્ષણ) – અદિતિ તટકરે