News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં સતત બીજા દિવસે પણ રાજકીય સ્થિતિ ડામાડોળ રહેતા ટેન્શન માહોલ ભર્યો છે. ત્યારે હવે રાજનૈતિક દાવપેચ શરૂ થઈ ગયા છે. એક તરફ શિવસેના(Shivsena)એ પાર્ટીના ધારાસભ્યો(MLAs)ને વ્હીપ જારી કર્યા છે તો બીજી તરફ બાગી નેતા એકનાથ શિંદે(Eknath Shinde)એ નવો ખેલ ખેલ્યો છે.
આ સમાચાર પણ વાંચો : દેશને મળશે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ- ભાજપના પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કરી આ નામની જાહેરાત
શિવસેના દ્વારા જારી વ્હીપ જારી કર્યા બાદ એકનાથ શિંદે વધુ આક્રમક બન્યા છે. ગુવાહાટી(Guwahati)માં રહેલા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી છે. શિવસેનાના ધારાસભ્ય ભરત ગોગાવલે(SHivsena MLA Bharat Gogavale)ને વિધાનસભાના મુખ્ય પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, સાથે એકનાથ શિંદેએ કહ્યું છે કે ધારાસભ્યોની આજની બેઠક અંગે સુનીલ પ્રભુ(Sunil Prabhu) દ્વારા જારી કરાયેલા આદેશ કાયદેસર રીતે અમાન્ય છે. આ જાણકારી તેમણે ટ્વિટર કરીને આપી છે.
शिवसेना विधिमंडळ मुख्य प्रतोद पदी शिवसेना आमदार श्री.भरत गोगावले यांची नियुक्ती करण्यात आली आहे. सबब, श्री.सुनील प्रभू यांनी आजच्या आमदारांच्या बैठकीबद्दल काढलेले आदेश कायदेशीरदृष्ट्या अवैध आहेत.
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) June 22, 2022
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે એક વાગ્યે કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી.જેમાં શિવસેનાના 8 મંત્રી નહોતા પહોંચ્યા, જે મુંબઈમાં જ હાજર છે. આ પછી આજે સાંજે યોજાનારી મોટી બેઠક માટે તમામ ધારાસભ્યો માટે વ્હિપ જાહેર જારી કરી તેમને 5 વાગ્યે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું .