Site icon

શિવસેનાની મુશ્કેલીમાં વધારો-મુંબઈમાં મહત્વનો ગઢ ગણાતા આ વિસ્તારના ધારાસભ્ય અને કાર્યકર્તાઓના પદ પરથી આપ્યા રાજીનામા

News Continuous Bureau | Mumbai

શિવસેનાનો(Shivsena) ગઢ ગણાતા  મુંબઈનો(mumbai) મહત્વનો મધ્યવર્તી વિસ્તાર દાદરમાં(dadar) જ પક્ષને મોટો ફટકો પડયો છે. એકનાથ શિંદેના ગ્રુપમાં(Eknath Shinde group) જોડાઈ ગયેલા બળવાખોર ધારાસભ્ય સદા સરવણકરે(Rebel MLA Sada Sarvankar) મંગળવારે શિવસેનાના વિભાગ પ્રમુખ પદ(Department President) પરથી રાજીનામું(resignation) આપ્યું હતું. તેમની સાથે દાદરના શાખા પ્રમુખ સહિત પક્ષના અન્ય હોદેદારો પણ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું.

Join Our WhatsApp Community

શિવસેના અને પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)  માટે આ બહુ મોટો ફટકો કહેવાય છે. શિવસેના મૂળિયા જ મૂળ દાદરના મધ્યવર્તી મરાઠી વિસ્તારમાં નંખાયા હતા અને હવે દાદરમાં પક્ષના કાર્યકર્તાઓના રાજીનામા બાદ આગામી દિવસોમાં તેની વધુ અસર પક્ષને થઈ શકે છે. સદા સરવણકરની સાથે દાદર શાખા સાથે જોડાયેલી અનેક મહિલા શિવસૈનિકોએ(Shiv Sainiks) પણ પક્ષના રામ રામ ઠોકીને શિંદે ગ્રુપમાં જોડાઈ ગઈ છે.

સદા સરવણકર માહિમના(Mahim MLA) ધારાસભ્ય છે, જ્યાં  શિવસેના ભવન(Shiv Sena Bhavan) આવેલું  છે અને જ્યા શિવાજી પાર્કમાં(Shivaji Park) પક્ષના સ્થાપક બાળ ઠાકરેનું(Bal Thackeray) મેમોરિયલ(Memorial) આવેલું છે.

આ સમાચાર પણ વાંચો : ગુજરાત રમખાણોના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ પૂર્વ IPS અધિકારીની કરી ધરપકડ- આજે કોર્ટમાં રજૂ કરાશે- જાણો વિગતે

પક્ષના તમામ હોદા પરથી રાજીનામું આપનારા લોકોએ પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે જેમા તેમણે લખ્યું છે 2019માં ભાજપ(BJP) સાથે શિવસેના લડી હતી. પરંતુ સત્તા માટે પક્ષે કોંગ્રેસ(Congress) અને રાષ્ટ્રવાદી(NCP) સાથે યુતી કરી હતી. સરકાર બન્યા બાદ પણ પક્ષને અને તેમના મતવિસ્તારને કોઈ ફાયદો થયો નથી. તમારી સરકાર બન્યા બાદ પણ અમારા કામ થયા નથી. તેથી હવે પક્ષ છોડી રહ્યા છે. હિન્દુ હૃદય સમ્રાટ બાળ ઠાકરે સદાય અમારા સાથે રહેશે.

અત્યાર સુધી 40 ઘારાસભ્યોએ પક્ષ સામે બળવો કર્યો છે. છતાં પક્ષના ગ્રાસરૂટના કહેવાતા પદાધિકારીઓ હજી સુધી પક્ષ સાથે જ જોડાયેલા છે. શિવસેનાએ દાવો કર્યો હતો કે ધારાસભ્યોએ બળવો કર્યો છે પણ ગ્રાસરૂટના પદાધિકારીઓ હજી સુધી પક્ષ સાથે વફાદાર રહ્યા છે. પરંતુ મંગળવારના બનાવ બાદ હવે ઉદ્ધવ ઠાકરેનું ટેન્શન હજી વધી ગયું છે.
 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version