News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની રાજકીય(Maharashtra politics) ઉથલ-પાથલે હવે નવો વળાંક લીધો છે.
છેલ્લા એક સપ્તાહથી ગુવાહાટીમાં(Guwahati) રોકાયેલા શિવસેનાના(Shiv Sena) બાગી ધારાસભ્યો(Rebel MLA) આજે બપોરે ગોવા(Goa) જવા રવાના થયા છે.
મીડિયા રિપોર્ટ મુજબ બળવાખોરો તાજ રિસોર્ટ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં(Taj Resort and Convention Center) રોકાય તેવી શક્યતા છે અને તે માટે 71 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે.
સાંજે 4:30 કલાકે પ્રાઈવેટ જેટ(Private jet) ગોવામાં લેન્ડ થાય તેવી શક્યતા છે.
ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં(Radisson Blu Hotel) એક સપ્તાહના રોકાણ બાદ ધારાસભ્યોને લેવા માટે બસો આવી પહોંચી છે અને સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : કોઈ તો મારી સરકાર બચાવો- ફ્લોર ટેસ્ટ નો વિરોધ કરવા ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા