News Continuous Bureau | Mumbai
Maharashtra Cabinet: મહારાષ્ટ્રં વિધાનસભાનું શિયાળુસત્ર શરૂ થયું પ્રધાનમંડળનુ વિસ્તરણ થયું પરંતુ સિનિયર નેતાઓને સ્થાન ન મળતા ધાર્યા મુજબ નારાજગી સ્પષ્ટપણે જાહેરમાં આવી છે એટલું જ નહીં શિંદે અને અજિત પવાર જૂથમાં તો અઢી વર્ષની ફોર્મ્યુલા નારાજ વિધાનસભ્યોને માન્ય પણ નથી. આથી જ હવે આ નારાજ સભ્યો જેમાંથી જુદા પડ્યા તેમના નેતાઓને મળી રહ્યા છે તે જોતા આવનારા દિવસોમાં નવીજુની થશે તેમાં શંકા નથી. તો બીજેપીમાં પણ બધું સમુસુતરું નથી દબાઈ ગયેલા સુરે ચણભનાટ થઈ રહ્યો છે આથી જ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે સુધીરભાઉને કેન્દ્રીય નેતાગીરી દ્વારા ઉચ્ચ સ્થાન આપવાની જાહેરાત કરવી પડી છે.
મહાયુતીમાં નવા ચહેરાને તક આપવાની જાહેરાત કરી સિનિયર નેતાઓને પડતા મુકાયા સુધીર મૂંગટ્ટીવાર ( Sudhir Mungantiwar ) દિલીપ વલશે પાટીલ તો અજિત પવાર જૂથમાં છગન ભુજબળ ( Chhagan Bhujbal ) જેમણે ચૂંટણીમાં ઓબીસી આગેવાની લઈ જરાંગે સામે જંગ છેડ્યો હતો તેને પડતા મુકતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી એટલું જ નહીં અજિત પવારને મળવા ના પાડી દીધી અને શરદ પવાર સાથે મુલાકાત કરી તેમ જ સત્રમાં હાજરી આપવાનું પડતું મૂકી નાસિક કાર્યકરોને મળવા પહોંચી ગયા જ્યાં આગળની નીતિ ઘડી કાઢશે. રાજ્યસભામાં મોકલવો હતો તો વિધાનસભાની ચૂંટણી કેમ લડાવિ તેવો પ્રશ્ન કર્યો?
શિંદે જૂથના ઉપનેતા શિવતારે ( Vijay Shivtare ) ઍ પદ પરથી રાજીનામુ આપી અને હવે મિનિસ્ટ્રી આપશે તો પણ નહીં લઉ તેવું વલણ અપનાવી ફક્ત વિસ્તારમાં કામ કરીશ તેવી ચીમકી આપી. તાનાજી સાવંતે ( Tanaji Sawant ) તો તેના સોશિયલ મીડિયા અને ઓફિસમાંથી એકનાથ શિંદે અને ધનુષબાણ નો ફોટો હટાવી ફક્ત બાલસાહેબનો ફોટો રાખ્યો છે જે ઘણું સૂચવી જાય છે. શિંદેના ખાસ મનાતા દિપક કેસરકર હાલ તો ચૂપ છે પણ તેમનું મૌન ઘણું સૂચવે છે.
આ સમાચાર પણ વાંચો : Amit Shah Chhattisgarh: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જગદલપુરમાં શહીદ સ્મારક ખાતે અર્પણ કરી શ્રદ્ધાંજલિ, મળ્યા શહીદ સૈનિકોના પરિવારોને.. જુઓ ફોટોસ
સુધીરભાઉ ઍ પણ દબાતા સુરે શપથવિધિ પહેલા તેમનું નામ લિસ્ટમાં હતું અને ફોન પણ આવ્યો હોવાનું કહ્યું અને નામ કેમ કપાયું તે માટે ફડનવીસને પૂછો તેમ જણાવ્યું તો સાથેસાથે પોતે પક્ષના કાર્યકર હોવાની વાત કહી જે જવાબદારી મળશે તે નિભાવશે. ચંદ્રકાન્ત હાંડોળેને મિનિસ્ટ્રી મળતા સંભવત સુધીરભાઉને રાજ્યના પ્રદેશપ્રમુખ બનાવે તેવી સંભાવના છે. સ્પીકર રાહુલ નાર્વેકરને પણ મિનિસ્ટ્રી જોઈતી હતી પણ ન મળી અને બીજી વખત સ્પીકર બનાવાયા.
જો કે ચૂંટણી પહેલા મંત્રાલયમાં જાળી બેસાડી હોવાને કારણે પોતાના ભાન્ડુઓને ન્યાય મળે તે માટે કૂદી પડનારા ડેપ્યુટી સ્પીકર નરહરી મહાશયને મિનિસ્ટ્રી મળી.
આ ઉપરાંત મહાયુતીમાં ( Mahayuti ) મિનિસ્ટ્રી ન મળવાને કારણે શરૂ થયેલો ગનગણાટ ધીરે ધીરે શોર માં પરિવરતિત થઈ રહ્યો છે.
જો કે મહાવિકાસ આઘાડી આ શોર નો ફાયદો લઈ શકે તેમ નથી કારણ તેમનું અસ્તિત્વ જ જોખમમાં છે.
સંભવત શિંદેસેનામાં શિંદેવાળી થવાની શક્યતા પણ રાજકીય પંડિતો જોઈ રહ્યા છે.
મીનીસ્ટ્રીમાં હજુ એક સ્થાન ખાલી છે અને તે શરદ પવાર જૂથના સિનિયર નેતા જયંત પાટીલ માટે છે તેવી ચર્ચા છે. આને જ કહેવાય રાજકારણ!!!
સતીશ સોની, વરિષ્ઠ પત્રકાર
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.