જમ્મુ કાશ્મીરમાં થશે આટલા વોર્ડની પુનર્રચનાઃ આટલા ઠેકાણે વધશે જગ્યા, ચૂંટણી આયોગ લાવી પ્રસ્તાવ જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022

  સોમવાર.

 જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિભાજન પછી હવે જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિધાનસભા મત વિસ્તારનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા પુનર્રચના કમિશન દ્વારા તેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.  સહકારી સભ્યોની મંજૂરી પછી કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવશે.

નવા પ્રસ્તાવ મુજબ, જમ્મુ અને કાશ્મીરમાં 28 વિધાનસભા મતવિસ્તારોનું પુનર્ગઠન કરવામાં આવશે અને વર્તમાન 19 મતવિસ્તારોને નાબૂદ કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની કેટલીક બેઠકો વધારવામાં આવશે. ચૂંટણી આયોગના  રિપોર્ટ બાદ કેન્દ્ર સરકાર રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી શકે છે.

વિધાનસભા પુનર્રચના કમિટી દ્વારા પાંચ સભ્યોને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. પાંચ સભ્યોમાંથી ત્રણ નેશનલ કોન્ફરન્સના અને બે ભાજપના છે. નેશનલ કોન્ફરન્સ દ્વારા આ પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

લતા મંગેશકર માટે રાજ્યસભા એક કલાક માટે સ્થગિતઃ આપવામાં આવી શ્રંધ્ધાજલી જાણો વિગત,

 ડિસેમ્બર 2021માં આયોજિત આ બેઠકમાં પાંચ સાંસદો – ફારૂક અબ્દુલ્લા, હસનૈન મસૂદી, મોહમ્મદ અકબર લોન (નેશનલ કોન્ફરન્સ), જિતેન્દ્ર સિંહ અને જુગલ કિશોર શર્મા (ભાજપ)એ હાજરી આપી હતી.

જમ્મુ વિભાગના કઠુઆ, સાંબા, રાજૌરી, રિયાસી, ડોડા, કિશ્તવાડ અને કુપવાડા જિલ્લામાં એક-એક વિધાનસભા મતવિસ્તાર વિસ્તારવાનો પ્રસ્તાવ છે. તો કાશ્મીર વિસ્તારમાં કુપવાડા જિલ્લામાં એક બેઠક વધારવાનો પ્રસ્તાવ છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *