Site icon

Khel Mahakumbh 2.0 Gujarat: ગુજરાતના ખેલ મહાકુંભ ૨.0માં રેકોર્ડ બ્રેક ૬૬ લાખથી વધુ રમતવીરોનું રજિસ્ટ્રેશન! આ ચાર નવી રમતો ઉમેરાઈ

Khel Mahakumbh 2.0 Gujarat: વર્ષ – ૨૦૧૦માં ૧૬ રમતોથી શરુ થયેલો ખેલ મહાકુંભ વર્ષ -૨૦૨૩-૨૪માં ખેલ મહાકુંભ ૨.૦માં ૩૯ વિવિધ રમતોનું આયોજન. વર્ષ ૨૦૨૩-૨૪માં ખેલ મહાકુંભ ૨.0 માં રેકોર્ડ બ્રેક ૬૬ લાખથી વધુ ગુજરાતના રમતવીરોએ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના ૧૬ ખેલાડીઓએ રાજ્યનું દેશમાં અને વિશ્વસ્તરે નામ રોશન કર્યું

Record breaking registration of more than 66 lakh athletes in Khel Mahakumbh 2.0 of Gujarat! It added four new games

Record breaking registration of more than 66 lakh athletes in Khel Mahakumbh 2.0 of Gujarat! It added four new games

News Continuous Bureau | Mumbai

Khel Mahakumbh 2.0 Gujarat:   આજે ગુજરાતના ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે. એક સમય એવો હતો જ્યારે ગુજરાતીઓની ઓળખ વ્યાપારી તરીકેની હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન  નરેન્દ્ર  મોદી દ્વારા રાજ્યમાં વર્ષ-૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. તેનો મુખ્ય આશય યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ આવે, શારિરીક તદુંરસ્તી જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભનું ગ્રામ્યકક્ષાથી રાજ્યકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.  

Join Our WhatsApp Community

         ખેલમહાકુંભ માત્ર ખેલ પ્રતિભાશોધ માટે નહી પરંતુ સમગ્ર ગુજરાતના ( Gujarat ) રમતના વિકાસનો આધાર સ્થંભ બની ગયો છે. ગુજરાતમાં વર્ષ -૨૦૧૦માં યોજાયેલ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ૧૬.૫૦ લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે ગત વર્ષ ૨૦૨૩-૨૪માં વધીને ખેલ મહાકુંભ ૨.0 માં રેકોર્ડ બ્રેક ૬૬ લાખથી વધુ પહોચ્યું છે.  

            ગુજરાતમાં ( Khel Mahakumbh 2.0 Gujarat ) આજે છેલ્લા બે દાયકામાં ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતના યુવાનો આગળ આવ્યા છે અને તેમની ક્ષમતામાં વધારો થયો છે. તેનો શ્રેય ગુજરાત સરકારના અથાક પ્રયાસોને જાય છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ખેલ મહાકુંભ, શક્તિદૂત યોજના, DLSS જેવી અનેક નવી પહેલો, કાર્યક્રમો અને નીતિઓ શરુ કરવામાં આવી હતી જેના હેઠળ એથ્લિટ્સને ( Gujarat Athletes )  યોગ્ય તાલીમ, નાણાકીય સહાય અને માન્યતા પ્રદાન કરવામાં આવે છે. વર્ષ – ૨૦૦૨ પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર રૂ.૨.૫ કરોડ હતું, જે આજે ૧૪૧ ગણું વધીને રૂ. ૩૫૨ કરોડથી વધુનું થયું છે.       

          ખેલમહાકુંભનો ( Khel Mahakumbh 2.0 ) મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણ ઊભું થાય, રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતા પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તેમજ ખેલકૂદના માધ્યમથી સ્વાસ્થ્ય અંગેની બાળકોમાં વધુ જાગૃતિ આવે તે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીના રમત ગમત અંગે ખેલ મહાકુંભના મુખ્ય ઉદ્દેશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાતના ખૂણે ખૂણે અંતરિયાળ વિસ્તાર સુધી પહોચાડી છે જેના પરિણામ સ્વરૂપે વર્ષ ૨૦૨૩-૨૪માં ખેલ મહાકુંભ ૨.0 માં રેકોર્ડ બ્રેક ૬૬ લાખથી વધુ ગુજરાતના રમતવીરોએ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Karmayogi Saptah: PM મોદી આવતીકાલે ‘કર્મયોગી સપ્તાહ’ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો કરશે પ્રારંભ, વિશિષ્ટ ક્ષમતાઓને વધારવા માટે કરાશે આ ખાસ આયોજન.

        વર્ષ – ૨૦૧૦માં ખેલ મહાકુંભમાં ( Khel Mahakumbh ) ૧૬ રમતો હતી જ્યારે ખેલ મહાકુંભ ૨.૦માં ૩૯ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભ ૨.૦માં ગ્રામ્ય કક્ષાથી લઈને રાજ્ય કક્ષા  સુધી  દરેક વયજૂથમાં વિજેતા ખેલાડીઓને આપવામાં આવતી રોકડ-પુરસ્કારની રકમ સમાન રાખવામાં આવી. ખેલ મહાકુંભ ૨.૦માં ચાર નવી રમતો સેપક ટકરાવ, વુડબોલ, બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખેલમહાકુંભ અંતર્ગત અંડર-૯ અને અંડર-૧૧માંથી ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન કરી હાલ સુધીમાં ૪,૬૫૫ ભાઇઓ અને ૪,૫૩૫ બહેનો એમ મળીને કુલ ૯,૧૯૦ પ્રતિભાશાળી ખેલાડીઓને સરકારી ખર્ચે જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલમાં પ્રવેશ (DLSS)  આપવામાં આવ્યો.

     ખેલમહાકુંભ અંતર્ગત ગ્રામ્ય -તાલુકા- જિલ્લા- મહાનગરપાલિકા કક્ષા અને રાજ્યકક્ષાની રમતોમાં વિજેતા થયેલ તેમજ પ્રતિભાશાળી ખેલાડીઓ માટે સમર કોચીંગ કેમ્પનું રાજ્ય સરકાર ( Gujarat Government ) દ્વારા આયોજન કરવામાં આવે છે. જેમાં વિનામૂલ્યે રમતને લગતુ પ્રશિક્ષણ ઉપરાંત કેમ્પ દરમ્યાન નિવાસ, પ્રવાસ અને ભોજન આપવામાં આવે છે.

          ખેલ મહાકુંભનાં માધ્યમથી ગુજરાતી રમતવીરો શ્રી ઈલાવેનીલ વાલરીવનએ શુટિંગ, શ્રી તસ્મિન મીરએ બેડમિન્ટન, શ્રી સરિતા ગાયકવાડએ એથલેટીક્સ, કુ. માના પટેલએ સ્વીમીંગ, શ્રી મુરલી ગાવિતએ એથલેટીક્સ, શ્રી અજીત કુમારે એથલેટીક્સ, કુ. ઝીલ દેસાઈએ ટેનીસ, શ્રી મોક્ષ દોશીએ ચેસ, શ્રી અનિકેત પટેલ સોફ્ટ ટેનીસ, શ્રી દ્વીપ શાહ સ્કેટિંગ, શ્રી કલ્યાણી સક્સેના સ્વીમીંગ, શ્રી વિશ્વા વાસણવાલા ચેસ, કુ. સનોફર પઠાણ કુસ્તી, કુ. વૈદેહી ચૌધરી ટેનીસ તેમજ શ્રી માધવીન કામથ ટેનીસ રમતમાં મેડલો મેળવી ગુજરાત તથા દેશનું નામ આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  Sara ali khan: સારા અલી ખાન અને અમૃતા સિંહ એ મુંબઈ ના આ વિસ્તાર માં ખરીદી અધધ આટલી મોંઘી પ્રોપર્ટી, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Nashik car accident: નાસિકમાં કાર અકસ્માત: શિરડી જઈ રહેલા ગુજરાતના ૩ શ્રદ્ધાળુઓના કરુણ મોત, ૪ ઘાયલ
Navneet Rana Threat: ધમકીનો સિલસિલો યથાવત્: નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી, સ્પીડ પોસ્ટથી પત્ર મોકલાતા ખળભળાટ.
Cyclone Montha: મોંથા હવે ક્યાં વળશે? આંધ્રમાં ભારે નુકસાન બાદ આગામી સંકટ કયા દરિયાકાંઠાના રાજ્યો પર છે?
Exit mobile version