ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 મે 2020
આવનારા બે દિવસ એટલે કે 48 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હાલ મહારાષ્ટ્ર વાયવ્ય દિશા ઉત્તર- પૂર્વ દિશાના પવાનો વાતાવરણના નીચેના પટ્ટામાંથી ફૂંકાતા હોવાથી તેની ગરમી વધુ મહેસુસ થઇ રહી છે. મધ્ય મહારાષ્ટ્રના નાસિક, જળગાવ, સોલાપુર, કોલ્હાપુર, અને મરાઠવાડા ના હિંગોળી પરભણી, નાંદેડ અને બીડમાં ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં લઈ લુ લાગવાની સંભાવના હોવાથી લોકોને ઘરની બહાર નીકળવાની ના પાડવામાં આવી છે.
આનાથી વિપરીત 28 મેના રોજ રત્નાગિરિ, સિંધુદુર્ગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ 45 થી 48 ડિગ્રી વચ્ચે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્રમાં અગનવર્ષા થવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. લુ થી બચવા માટે લાંબી બાઈના કપડાં પહેરવા, માથે કપડું બાંધવું તેમજ દહીં,છાશ, કેરીનું પનું, ગોળનું પાણી વગેરે પીવાથી લૂ થી બચી શકાય છે..