200
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02 માર્ચ 2022
બુધવાર
કેન્દ્ર સરકારના જીએસટી કલેક્શનમાં વધારો થયો છે તો મહારાષ્ટ્રના જીએસટી કલેક્શનમાં ઘટાડો નોંધાયો છે.
મહારાષ્ટ્રની GST આવક આ વર્ષે જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે રૂ. 1,282 કરોડ ઘટી છે.
માનવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોન-સંબંધિત પ્રતિબંધોને કારણે આ ઘટાડો થયો હોઈ શકે છે.
જોકે એપ્રિલ 2021 થી ફેબ્રુઆરી 2022 ના 11 મહિનામાં રાજ્યનું GST કલેક્શન ગયા વર્ષની સરખામણીમાં 33% વધુ છે.
આ સમયગાળા દરમિયાન કલેક્શન ગયા વર્ષે રૂ. 1.48 લાખ કરોડની સરખામણીએ આ વર્ષે રૂ. 1.97 લાખ કરોડ છે.
ડેટા દર્શાવે છે કે ફેબ્રુઆરી 2021ની સરખામણીમાં ફેબ્રુઆરી 2022ની GST આવક 20% વધારે છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2021માં કલેક્શન રૂ. 16,103 કરોડથી વધીને ફેબ્રુઆરી 2022માં રૂ. 19,422 કરોડ થયું હતું.
You Might Be Interested In