News Continuous Bureau | Mumbai
ગંગોત્રી(Gangotri), યમુનોત્રી(Yamunotri) અને કેદારનાથ(Kedarnath) માટે તીર્થયાત્રીઓની(pilgrims) નોંધણી અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે.
આ મંદિરોમાં સરકારી ગાઇડ લાઇન્સ(Government Guide Lines) મુજબ રોજના શ્રદ્ધાળુઓનો(visitors) ક્વોટા 3 જૂન સુધી ફૂલ હોવાથી વધુ સૂચના ન અપાય ત્યાર સુધી રજિસ્ટ્રેશન્સ(Registrations) રોકવામાં આવ્યાં છે.
મર્યાદાથી વધારે દર્શનાર્થી એકઠા થતાં ધાંધલ, અવ્યવસ્થા અને ગુંચવણ ટાળવાના ઉદ્દેશથી વધુ લોકોનાં રજિસ્ટ્રેશન્સ રોકવાનો નિર્ણય લેવાયો છે.
જોકે ચારધામનાં(Chardham) ચોથા મંદિર બદરીનાથના(Badrinath) રજિસ્ટ્રેશન ચાલી રહ્યા છે.
આ બાબતની જાહેરાત ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનસ (આઈએસબીટી)(ISBT) પર કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના પાલઘરમાં 25 ફીટ ઊંડી ખાણમાં બસ પડી, બસમાં સવાર આટલા મુસાફરો થયા ગંભીર ઇજાગ્રસ્ત..