ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
અગિયારમાં ધોરણમાં એડમીશન માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ ૨૧ ઓગસ્ટ ૨૦૨૧ને શનિવારે યોજાનાર છે. આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન માટે બોર્ડએ જાહેર કરેલી વેબસાઈટ https://cet.mh-ssc.ac.in પર જઈ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ ૨૬ જુલાઈ ૨૦૨૧ છે.
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડના વિદ્યાર્થીઓ સિવાય બીજા તમામ બોર્ડના વિદ્યાર્થીઓએ CET માટે ૧૭૮ રૂપિયા પરીક્ષા ફી તરીકે ભરવા પડશે. આ પરીક્ષા ઓફલાઈન થવાની છે. તેથી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્રવેશ પત્ર પણ આપવામાં આવશે. પરીક્ષા ૨૧ ઓગસ્ટ ૨૦૨૧ને રોજ સવારે ૧૧થી બપોરે ૧ વાગ્યા દરમિયાન લેવાશે. રજિસ્ટ્રેશન સાથે વિદ્યાર્થીઓ પરીક્ષાના કેન્દ્રની પણ પસંદગી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી. આ પરીક્ષા 100 માર્કની રહેશે અને મલ્ટિપલ-ચૉઇસ ફૉર્મેટમાં લેવાશે. ઑપ્ટિકલ માર્ક રેકગ્નિશન (OMR) આધારિત પ્રશ્નપત્રમાં ચાર વિષયો, એટલે કે અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં પ્રત્યેક વિષયના ગુણના ૨૫ પ્રશ્નો હશે.