ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑગસ્ટ, 2021
બુધવાર
સુપ્રીમ કોર્ટ બાદ હવે મદ્રાસ હાઈકોર્ટે પણ સીબીઆઈ (કેન્દ્રીય તપાસ બ્યુરો)ને લઈને મોટી ટિપ્પણી કરી છે.
હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપતા કહ્યું હતું કે 'પિંજરા'માં બંધ સીબીઆઈને સ્વાયતતા દેવાની જરૂર છે.
સાથે જ કેન્દ્ર સરકારને CBIના કામકાજને સુધારવા તથા તેને વધારે સ્વતંત્ર બનાવવા માટે કેટલાક પગલાં ભરવાનું જણાવ્યું છે.
હાઈકોર્ટે કહ્યું કે વિપક્ષના અનુસાર સીબીઆઈ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના હાથોમાં એક રાજનીતિક ઉપકરણ બની ગઈ છે, જેને આઝાદ કરવાની જરૂરત છે.
મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ ખંડપીઠે જણાવ્યું કે સીબીઆઈને ચૂંટણી પંચ તથા કેગ જેવી સ્વતંત્ર કાનૂની સંસ્થા બનાવવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે 2013 માં સુપ્રીમ કોર્ટે સીબીઆઈને પીંજરામાં બંધ પોપટ ગણાવ્યો હતો.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાથી શું ભારતમાં ડ્રાયફ્રૂટ્સ મોંઘાં થશે? જાણો વિગત