Site icon

શું ફરી એક વખત ધાર્મિક સ્થળો અને દારૂની દુકાન બંધ થશે? રાજેશ ટોપેએ કહી દીધી મોટી વાત… જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,10 જાન્યુઆરી 2022 

Join Our WhatsApp Community

સોમવાર. 

મહારાષ્ટ્રમા દિવસેને દિવસે કોરોનાથી પરિસ્થિતિ વકરી રહી છે. નાગરિકોને કોરોના સંદર્ભના નિયમનું પાલન કરવાની સતત વિનંતી કરવામાં આવી રહી છે. છતાં લોકો સાર્વજનિક સ્થળે ભીડ કરી રહ્યા છે. દારૂની દુકાનો પણ ભીડ થઈ રહી છે. ધાર્મિક સ્થળો પર મોટા પ્રમાણમાં લોકો  ઉમટી રહ્યા છે. તેથી કોરોનાનો ચેપ ફેલાવાનું જોખમ વધી રહ્યું છે.

દારૂની દુકાનો કે વાઈન શોપ પર ભીડ થતી રહી તો તેને બંધ કરી દેવામાં આવશે એવી ચીમકી મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ ચેતવણી આપી છે.

હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ રવિવારે કહ્યું હતું કે પ્રાર્થના સ્થળોએ ભીડ ન કરવાની સરકારની અપીલ છે. મંદિરો અથવા ધાર્મિક સ્થળોએ એક સમયે ભીડ ન હોવી જોઈએ. નવા નિયમો અનુસાર મંદિરો બંધ નથી. પરંતુ સામાજિક અંતર એક સમયે 40 થી 50 ન હોવું જોઈએ. જો લોકો તેનું પાલન નહીં કરે તો નાછૂટકે નિયંત્રણો લાદવા સરકાર મજબૂર થશે. 

મહારાષ્ટ્ર સરકારે નવા પ્રતિબંધોની જાહેરાત કરી. હવે આ સમયગાળા દરમિયાન બધું જ બંધ. જાણો નવા નિયમો.

ચેપ અટકાવવા માટે પ્રતિબંધો મહત્વપૂર્ણ છે. તેથી દારૂની દુકાન અને ધાર્મિક સ્થળો પર લોકો નિયમનું પાલન કરે એવું રાજેશ ટોપેએ રવિવારે કહ્યું હતું.

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version