ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ મહારાષ્ટ્ર સરકાર પર ગંભીર આરોપ કર્યા છે. પોતાના મીડિયા સ્ટેટમેન્ટમાં કિરીટ સોમૈયાએ કહ્યું છે કે મુંબઈ મહાનગરપાલિકા રેમડેસિવર ઇન્જેક્શન 1,568 રૂપિયામાં ખરીદે છે. આ જ વસ્તુ હાફકિન ઇન્સ્ટિટ્યૂટ 565 રૂપિયામાં ખરીદે છે. જ્યારે કે જથ્થાબંધ બજારમાં રેમડેસિવર ની કિંમત 1200 રૂપિયા છે. આ પરિસ્થિતિમાં સરકારે તાત્કાલિક ધોરણે તપાસ કરવી જોઈએ કે રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદવામાં ગોટાળો કેમ થયો છે? તેમણે આરોપ લગાવ્યો હતો કે આ સમગ્ર મામલે ભ્રષ્ટાચાર થયો છે જેની તપાસ રાજ્ય સરકારે કરવી જોઈએ.
કોરોનાના નામે તિહાર જેલમાંથી 3500 જેટલા કેદીઓ 'ગાયબ' થયા… તંત્ર એલર્ટ.
