ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૪ એપ્રિલ ૨૦૨૧
રવિવાર
મહારાષ્ટ્રમાં Remdesivir / રેમડેસિવીર ઇન્જેક્શન સંદર્ભે હવે મોટી ફરિયાદો આવવા માંડી છે. રાજ્યમાં અનેક જગ્યાએ હોસ્પિટલ તેમજ દર્દીઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમને સમયસર રેમડેસિવીર ઇન્જેક્શન મળી શકતું નથી. હવે આ સંદર્ભે રાજ્ય સરકારે બહુ ગંભીર નોંધ લીધી છે. રાજ્ય સરકારે કેબિનેટ માં થયેલી મીટીંગ માં સંદર્ભ વિસ્તારથી ચર્ચા કરી છે.
રાજ્ય સરકાર તરફથી મીડિયા સાથે વાત કરતાં નવાબ મલિકે જણાવ્યું હતું કે હવે પહેલાની જેમ ડોક્ટરો વગર કારણે એટલે કે આસાનીથી રેમડેસિવીર ઇન્જેક્શન નહીં આપી શકે. આ માટે ડોક્ટરે સૌથી પહેલા મેડિકલ guideline નું પાલન કરવું પડશે. જે મુજબ સૌથી પહેલા એ વસ્તુ સાબિત થવી જરૂરી છે કે તે દર્દીને રેમડેસિવીર ઇન્જેક્શન ની જરૂર છે કે કેમ? એકવાર આ સંદર્ભે મેડિકલ સેન્ટ્રલ ટીમ તરફથી અનુમતિ મળી જાય ત્યારબાદ જ રેમડેસિવીર ઇન્જેક્શન આપી શકાશે.
આમ હવે રેમડેસિવીર ઇન્જેક્શન પહેલાની જેમ આસાનીથી નહીં મળે.