News Continuous Bureau | Mumbai
દહાણુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે મુંબઈ વડોદરા હાઈવે પર લગભગ 1100 વૃક્ષો રોપવાનું નક્કી કર્યું છે. આ હાઈવેમાં 30 જેટલી પ્રજાતિના 1100 વૃક્ષો કાપ્યા વિના અન્ય જગ્યાએ રોપવામાં આવશે. આ ચોમાસા દરમિયાન અગિયારસો વૃક્ષો ( replantation ) વાવવાની તૈયારી વન વિભાગે દર્શાવી છે. રાષ્ટ્રીય કક્ષાએ સૌપ્રથમવાર હાઇવેના ( mumbai vadodara highway ) નિર્માણ દરમિયાન જે વૃક્ષો આવે છે તેની પ્રાયોગીક ધોરણે પુન:રોપણી કરવામાં આવશે.
પાલઘર, સફાલે અને દહાણુ હાઈવે પર જંગલની જમીન પર વૃક્ષો કાપવા માટે કેન્દ્રીય વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગ તરફથી પરવાનગી પત્રો પ્રાપ્ત થયા હતા. પ્રથમ તબક્કામાં 19 હેક્ટર અને બીજા તબક્કામાં 192 હેક્ટર જંગલની જમીન પરના વૃક્ષો કાપવામાં આવશે. આ સંદર્ભે, ગયા વર્ષે મે મહિનામાં પ્રથમ વખત કેન્દ્રીય વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના સભ્યોએ હાઇવે પર વન વિભાગની જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. પરંતુ ચોમાસાના કારણે વનવિભાગ દ્વારા પુનઃ રોપણી માટે યોગ્ય વૃક્ષોની ઓળખની કામગીરીમાં વિલંબ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : હોમ લોનના હપ્તા ચુકી ગયા હોવ તો ચિંતા કરશો નહીં, રિઝર્વ બેન્ક બનાવી રહી છે આ યોજના..