358
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 7 એપ્રિલ 2021
બુધવાર
મીની લોકડાઉન ને કારણે રોષે ભરાયેલા વેપારીઓના સંગઠનો આજે એકત્રિત થઈને વિરોધ પક્ષના નેતા તેમજ ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
વેપારી એસોસિએશનના પ્રતિનિધિમંડળમાં મહારાષ્ટ્ર રાજ્યના તમામ વેપારી એસોસિએશનના હોદ્દેદારો તેમજ રાજનૈતિક પાર્ટીના કાર્યકરો સામેલ હતા. આ મિટિંગમાં રજૂઆત કરવામાં આવી કે સરકાર દ્વારા જે મિની લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેમાં ભારોભાર અસમાનતા છે. આટલું જ નહીં આ લોકડાઉન ને કારણે વેપારીઓને પારાવાર નુકસાન છે.
પ્રતિનિધિ મંડળની આ વાત પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને પૂર્ણ સહકાર આપવાનું નક્કી કર્યું હતું. તેમજ તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં તેઓ આ વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડશે.
You Might Be Interested In