ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021
સોમવાર
નાગપુરના પાલક મંત્રી તેમજ મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નિતિન રાઉત એ આજે મોટી જાહેરાત કરી. મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે નાગપુરમાં કોરોના ની ત્રીજી લહેર આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આથી આગામી બે કે ત્રણ દિવસમાં નાગપુરમાં કડક પ્રતિબંધ લગાડવામાં આવશે. આ પ્રતિબંધો નીચે મુજબ છે.
૧. હોટલો રાત્રે ૧૦ વાગ્યાની જગ્યાએ આઠ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.
૨. દુકાનો 10:00 ના સ્થાને સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે.
૩. શનિવાર અને રવિવારના દિવસે સંપૂર્ણ લોક ડાઉન રહેશે
૪. આ ઉપરાંત બીજા અનેક પ્રતિબંધો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.