ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઓક્ટોબર, 2021
શનિવાર
કોરોના ના નામ પર મુંબઈ શહેરમાં લૂંટફાટ ચાલુ હતી. મુંબઈ મહાનગરપાલિકાએ માર્શલ ને દંડ વસૂલ કરવાનો અધિકાર આપ્યો હતો. જો કે આખા મુંબઈ શહેર માંથી એવી ફરિયાદ ઉઠી હતી કે માર્શલ લોકો પાસેથી હપ્તા ઉઘરાવે છે. મામલો વધુ ખરાબ થતા મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો કે તેઓ હવે માત્ર અને માત્ર ઓનલાઇન દંડ વસૂલશે. મહાનગરપાલિકાના આ નિર્ણય પછી હવે માર્શલ લોકો પાસેથી પૈસા ઉઘરાવતા નથી. આ ઉપરાંત માસ્ક ન પહેરનાર વ્યક્તિને દંડિત પણ કરવામાં આવતા નથી. આમ શહેર નું સ્વાસ્થ્ય જોખમાય તેવી પરિસ્થિતિ પેદા થઇ છે. ખાસ કરીને રીક્ષા અને ટેક્સી ચાલકો એ મોઢા પર માસ્ક પહેરવા નું બંધ કરી દીધું છે જેને કારણે મામલો બિચકયો છે.
વાહ ઉદ્ધવ સરકાર વાહ!! માઈનોરીટી ના વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાવેલિંગ ભથ્થું મળશે.
