News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) સાંગલી જિલ્લાના(Sangli district) મ્હૈસલ ગામ(Mhaisal village) એક જ પરિવારના 9 સભ્યોના આત્મહત્યાથી(suicide) દેશભરમાં ચકચાર મચી ગઇ છે.
પોલીસે આત્મહત્યાનો કેસ નોંધ્યો છે, છતાં આત્મહત્યા કરવા પાછળના અન્ય કારણની તપાસ કરી રહી છે. સ્થાનિક ગ્રામવાસીઓના(Local villagers) દાવા મુજબ Rice Pullerની જાળમાં ફસાઈને પરિવારે આત્મહત્યા કરી છે, તેના ચક્કરમાં કરોડો રૂપિયાનું દેવું(Debt) કરી બેઠા હોવાનું કહેવાય છે.
મ્હૈસલ ગામના રહેવાસીઓના કહેવા મુજબ કોઈ વિદેશી કંપની(Foreign company) પાસેથી 3000 કરોડ રૂપિયા આ બંને ભાઇઓને મળવાના હતા. વનમોર ભાઈઓ કોઈ રાઈસ પુલર (Rice Puller) સોદાની વાત કરતા હતા.
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, આ પરિવારના બંને મુખિયાઓ દેવા તળે દબાઇ ગયા હતા. ઘટના સ્થળેથી મળેલી સુસાઈડ નોટમાં(Suicide note) લખેલા નામના આધારે આ કેસમાં 25 લોકો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મ્હૈસલ ગામમાં થઇ રહેલી ચર્ચા પ્રમાણે બંને ભાઈઓ રાઈસ પુલર એટલે કે ચોખા ખેંચતી જાદુઈ ધાતુના સોદામાં સામેલ હતા. આ સોદામાં એક ટોળકીએ વનમોર ભાઈઓને વચન આપ્યું હતું કે, જો તેઓને 'રાઇસ પુલર' ધાતુ મળશે તો તેઓ મોટો નફો કરશે. આરોપ છે કે ટોળકીના ચુંગાલમાં ફસાઇ ગયા હતા. જેના કારણે બંને ભાઇઓ લોકો પાસેથી અને બેંક પાસેથી પણ લોન લીધી હતી અને આખરે દેવા તળિયે દબાઇ ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : હવે શિવસેનાના આ દિગ્ગજ નેતાની આજકાલમાં ધરપકડ થાય તેવી શક્યતા- શિવસેનામાં ખળભળાટ
'રાઇસ પુલર' ચીટ્સ દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રના ગ્રામીણ ભાગોમાં(Rural parts) સામાન્ય છે. એવો દાવો કરવામાં આવે છે કે આકાશી વીજળીના સંપર્કમાં આવવાથી રાઈસ પુલરમાં અલૌકિક શક્તિ(Supernatural power) ઉત્પન્ન થાય છે. ઠગ દાવો કરે છે કે રાઈસ પુલર (જે વાસણ, વાટકી, કાચ અથવા મૂર્તિના આકારમાં હોઈ શકે છે) તેના ચુંબકીય બળને કારણે તે ખૂબ મૂલ્યવાન હોય છે. જે લોકો આ ખાસ ધાતુના વાસણો ખરીદે છે, તેમનો વેપાર અને સંપત્તિ દિવસે બે ગણી અને રાતે ચાર ગણી વધી જાય છે.
નાસા(NASA) જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓ(Scientific Institute) ઉપગ્રહો અને અવકાશમાં ઊર્જા ઉત્પન્ન(Generating energy) કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે અને કરોડો રૂપિયામાં તેની ખરીદી કરે છે. આ લોભમાં લોકો લાખો-કરોડોના ખર્ચે 'રાઈસ પુલર' ખરીદે છે, પરંતુ તેમની પાસેથી 'રાઈસ પુલર' ખરીદવા કોઈ સંસ્થા આવતી નથી.