News Continuous Bureau | Mumbai
પીએમ નરેન્દ્ર મોદી(PM Modi)ના ડ્રીમ પ્રોજેક્ટમાં સામેલ ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ(Rishikesh-Karnaprayag Rail Project)ના કાર્યમાં દરરોજ નવા આયામ સ્થાપિત થઈ રહ્યા છે. આ વખતે કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટના કાર્યમાં રેલ વિકાસ નિગમ(Rail Development Corporation)ની કાર્યકારી સંસ્થાઓએ વિભિન્ન ફેસમાં પાંચ મહિનાની અંદર 25 કિલોમીટર ટનલિંગનુ કામ પૂરું કરી નવી સફળતા હાંસલ કરી છે. આ સાથે જ પરિયોજનામાં અત્યાર સુધી કુલ 50 કિલોમીટર ટનલિંગ(Tunnel)નુ કામ પૂર્ણ કરી લેવાયુ છે. આ જાણકારી રેલ મંત્રાલયે(Railway ministry) શનિવારે મોડી રાતે પોતાના ટ્વીટર હેન્ડલ પર જાહેર કરી.
Connecting Devbhoomi!
Despite the tough geographical challenges of the Himalayan terrains, a major milestone of 50 km tunnelling work has been achieved. The last 25 km of tunnelling was completed in just 5 months, in contrast to the first 25 km, which took 33 months. pic.twitter.com/mSDP5DJIxr
— Ministry of Railways (@RailMinIndia) June 25, 2022
રેલ મંત્રાલયે જણાવ્યુ કે કર્ણપ્રયાગ રેલ પરિયોજના પર અત્યાર સુધી કુલ 50 કિલોમીટર સુરંગનુ નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યુ છે. આ 50 કિલોમીટર સુરંગનુ નિર્માણ માત્ર મુખ્ય સુરંગ નથી, પરંતુ આ સાથે જોડાયેલી એડિટ ટનલ, ક્રોસ ટનલ અને સમાંતર ટનલ પણ સામેલ છે. રેલ મંત્રાલયના આ ટ્વીટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ટ્વીટને લાઈક કરી અને શેર કરી છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પર લગાવ્યો આ આરોપ- ઇડી પર ઉઠાવ્યા સવાલ
ઉલ્લેખનીય છે ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેના સૌથી પડકારરૂપ રેલ પ્રોજેક્ટ્સમાંનો એક છે. આ પ્રોજેક્ટ 125 કિલોમીટર લાંબો છે. સૌથી મહત્વની વાત એ છે કે 125 કિમીમાંથી 105 કિમી ટનલમાંથી પસાર થશે. આ પ્રોજેક્ટ પર 17 ટનલ નિર્માણાધીન છે. ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ્વે પ્રોજેક્ટનો હેતુ ઉત્તરાખંડના ચાર ધામોને જોડવાનો છે. પ્રોજેક્ટ હેઠળ 16 બ્રિજ, 17 ટનલ અને 12 રેલવે સ્ટેશન બનાવવાની દરખાસ્ત છે. જેમાંથી 10 સ્ટેશન પુલની ઉપર અને ટનલની અંદર હશે. આ સ્ટેશનોના માત્ર પ્લેટફોર્મનો ભાગ જ ખુલ્લા મેદાનમાં દેખાશે. ફક્ત શિવપુરી અને બિયાસી સ્ટેશનો આવા સ્ટેશનો છે, જેનો કેટલોક ભાગ ખુલ્લી જમીન પર દેખાશે. 84.24 ટકા રેલ રૂટ અંડરગ્રાઉન્ડ હશે.