News Continuous Bureau | Mumbai
PM Modi બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પ્રચાર દરમિયાન શનિવારે પીએમ મોદી સીતામઢી પહોંચ્યા. આ દરમિયાન તેમણે આરજેડી પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે પહેલા તબક્કામાં મતદારોએ કમાલ કરી દીધો છે. જંગલ રાજ વાળા લોકોને ૬૫ વોલ્ટનો આંચકો લાગ્યો છે. ચારે બાજુ ચર્ચા છે. યુવાનોએ વિકાસને પસંદ કર્યો છે. એનડીએને પસંદ કર્યો છે. દીકરીઓ અને બહેનોએ પણ એનડીએની જીત નિશ્ચિત કરી દીધી છે.
‘કટ્ટા સરકાર’ નહીં, વિકાસવાદી સરકાર જોઈએ
પીએમ મોદીએ કહ્યું કે, આપણને કોઈ પણ કિંમતે એવી સરકાર ન જોઈએ જે કટ્ટા (બંદૂક) અને દોનાલીની (બે નળીવાળી બંદૂક) વાત કરે. જે બાળકોને રંગદાર (ગુંડા) બનાવે. આપણે આપણા બાળકોને ઇન્જિનિયર અને ડોક્ટર બનાવવાના છે. આ લોકોએ પોતાના બાળકોને સીએમ અને ધારાસભ્ય બનાવવાની યોજના તૈયાર કરી રાખી છે અને તમને રંગદાર બનાવવા માગે છે.
બાળકોનું ભવિષ્ય જંગલ રાજવાળાઓના હાથમાં નહીં સોંપીએ
પીએમ મોદીએ કહ્યું કે, આપણે આપણા બાળકોનું ભવિષ્ય કોઈ પણ કિંમતે આ લોકોના હાથમાં નહીં સોંપીએ. આપણા બાળકો સ્ટાર્ટ અપ્સ (Start-ups) પર કામ કરશે. તેઓ ક્યારેય રંગદાર નહીં બને. કટ્ટા અને દોનાલી નહીં પકડે. આ જ તો જનતા જનાર્દનની તાકાત હોય છે. તેમણે એનડીએને વિકાસ માટે મત આપવાની અપીલ કરી.
આ સમાચાર પણ વાંચો : LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
માતા સીતાના આશીર્વાદ અને રામ મંદિરનો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું કે આજે હું માતા સીતાની ધરતી પર આવ્યો છું, મને ગર્વ થઈ રહ્યો છે. તેમણે પાંચ-છ વર્ષ પહેલાના દિવસને યાદ કરતા કહ્યું કે, ૮ નવેમ્બર ૨૦૧૯ની તારીખને યાદ કરો. હું માતા સીતાની ધરતી પર આવ્યો હતો. બીજા દિવસે સવારે જ પંજાબમાં કર્તાર સાહેબ કોરિડોરના લોકાર્પણ માટે જવાનું હતું. તેના પછીના જ દિવસે અયોધ્યા પર નિર્ણય આવવાનો હતો. હું મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો કે માતા સીતાના આશીર્વાદથી નિર્ણય રામ મંદિરની તરફેણમાં આવે. માતા સીતાના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી. સુપ્રીમ કોર્ટે રામ મંદિરની તરફેણમાં આદેશ આપ્યો.