Site icon

Road Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ-ટ્રકની ટક્કરમાં 6 લોકો જીવતા બુઝાયા.. જુઓ અકસ્માતના ડરામણા દ્ર્શ્યો

Road Accident: બાપટલાથી તેલંગાણાની રાજધાની હૈદરાબાદ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે છ લોકો જીવતા દાઝી ગયા. અથડામણને કારણે લાગેલી આગ એટલી ગંભીર હતી કે બસ અને ટ્રક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા.

Road Accident Five passengers burnt alive in truck-bus collision in Andhra Pradesh’s Palnadu

Road Accident Five passengers burnt alive in truck-bus collision in Andhra Pradesh’s Palnadu

News Continuous Bureau | Mumbai

Road Accident: આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાના અહેવાલ છે. આ દુર્ઘટનામાં છ લોકોના મોત થયા છે. બાપટલાથી તેલંગાણાની રાજધાની હૈદરાબાદ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે છ લોકો જીવતા દાઝી ગયા હતા. એટલું જ નહીં આ માર્ગ અકસ્માતમાં 32 લોકો ઘાયલ થયા છે, જેમની હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Join Our WhatsApp Community

Road Accident: જુઓ વિડીયો 

આંધ્રપ્રદેશમાં બનેલી આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બસને આગમાં લપેટાયેલી જોઈ શકાય છે. અથડામણને કારણે લાગેલી આગ એટલી ગંભીર હતી કે બસ અને ટ્રક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. જ્વાળાઓ ઉંચી ઉડી રહી છે. અન્ય એક વીડિયોમાં ફાયર ફાઈટર પણ આગ ઓલવતા જોવા મળે છે.  

આ સમાચાર પણ વાંચો : Monsoon Update : સારા સમાચાર! ચોમાસું વહેલું આવશે; મહારાષ્ટ્રમાં ક્યારે પડશે વરસાદ? જાણો શું છે હવામાન વિભાગનો વર્તારો..

Road Accident: મતદાન કરીને મુસાફરો પરત ફરી રહ્યા હતા

અથડામણને કારણે લાગેલી આગ એટલી ગંભીર હતી કે બસ અને ટ્રક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે આગની જ્વાળાઓ ખૂબ જ ઉંચી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકો બાપટલાથી વોટ આપીને પરત ફરી રહ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version