Site icon

Road Accident: કાસગંજમાં ભયાનક અકસ્માત, શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી ખાઈ જતાં 15ના મોત, અનેક ઘાયલ..

Road Accident: કાસગંજમાં ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી ખાઈ જતા, 15 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જેમાંથી 7 બાળકો મૃત્યુ પામ્યા છે.

Road Accident Horrible accident in Kasganj, 15 dead, many injured after tractor trolley full of devotees overturned in lake..

Road Accident Horrible accident in Kasganj, 15 dead, many injured after tractor trolley full of devotees overturned in lake..

News Continuous Bureau | Mumbai

Road Accident: ઉત્તર પ્રદેશના કાસગંજમાં ( Kasganj ) સૌથી મોટી ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે. ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી ( Tractor trolley ) તળાવમાં પલટી ખાઈ જતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 બાળકો અને 8 મહિલાઓ સહિત 15 લોકોના કરૂણ મોત થયા હતા. જો કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ, સામેથી આવી રહેલા અજાણ્યા વાહનને બચાવવાનો પ્રયાસ કરતી વખતે શ્રદ્ધાળુઓથી ( devotees ) ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પર કાબૂ ગુમાવી દેતા તળાવમાં ખાબકી હતી. આ અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે.

 4 બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે..

મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. તો 4 બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ ટ્રેક્ટર સવારો જેથરા પોલીસ સ્ટેશનના છોટા કાસા ગામના રહેવાસી હતા. માઘ પૂર્ણિમાના અવસર પર આ લોકો કાસગંજના પટિયાલીના કાદરગંજ ગંગા ઘાટ ( Kadar Ganj Ganga Ghat ) પર ગંગા સ્નાન કરવા જઈ રહ્યા હતા. આ દર્દનાક અકસ્માત દરિયાવગંજ પટિયાલી રોડ પર ગાધઈ ગામ પાસે થયો હતો. નોંધનીય છે કે, આજે માઘ પૂર્ણિમા છે, તેથી મોટી સંખ્યામાં ભક્તો ગંગામાં સ્નાન કરવા આવે છે. આ અકસ્માત પણ ગંગામાં સ્નાન કરવા જતાં થયો હતો.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈનો બહુપ્રતિક્ષિત ગોખલે બ્રિજ હવે ફરી તેની તારીખ ચૂકી જશે, કામ પૂર્ણ થવા હજી લાગશે 10 દિવસ..

અગાઉ બે વર્ષ પહેલા પણ ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh ) હરદોઈમાં પણ આવો જ એક માર્ગ અકસ્માત થયો હતો. હરદોઈના પાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેડૂતોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી ગારરા નદીના પુલની રેલિંગ તોડીને નદીમાં પડી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ ટ્રેક્ટરમાં 25 થી 30 ખેડૂતો સવાર હતા, જેમાંથી 6 ખેડૂતો નદીમાં તરીને બહાર આવ્યા હતા અને બાકીના વિશે કંઈ જ જાણવા મળ્યું નથી. ખેડૂતોને બચાવવા માટે સતત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Exit mobile version