Road Collapse: પિંપરી ચિંચવાડમાં વરસાદને કારણે રોડનો મોટો ભાગ ધસી પડ્યો, પાણીની પાઈપલાઈન પણ ફાટી, ફોનમાં કેદ થઈ ઘટના, જુઓ વિડીયો..

Road Collapse: પિંપરી-ચિંચવડ શહેરમાં રોડ ધસી જવાની ઘટના બની હતી. રોડની બાજુમાં બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું છે અને મોટો ખાડો પડી ગયો છે. બાજુમાં આવેલ રોડ ધોવાઈ ગયો હોવાનો વીડિયો સામે આવ્યો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

by Akash Rajbhar
Road Collapsed At Pimpale Saudagar An Upscale Area Of Pimpri Chinchwad

News Continuous Bureau | Mumbai

Road Collapse: પુણે, પિંપરી(Pimpri)ચિંચવાડ(Chinchwad) અને પુણે અને પિંપરી ચિંચવડમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ(Heavy rain) પડી રહ્યો છે. સતત વરસાદને કારણે રોડ અને જમીનનું ધોવાણ થવા લાગ્યું છે. દરમિયાન પિંપરી ચિંચવડમાં સતત વરસાદને કારણે પિંપરી ચિંચવડ વિસ્તારમાં એક રસ્તો ધસી ગયો છે અને દ્રશ્ય મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

 

જુઓ વિડીયો

પાણીની પાઈપલાઈન પણ ફાટી

આ અંગેની વધુ માહિતી એવી છે કે, પિંપલ સૌદાગર ખાતે કુણાલ આઇકોન રોડ પર બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું છે. રોડ ધસી જવાની ઘટનાને પગલે રોડની નીચેથી પસાર થતી પાઈપલાઈન ફાટી જતાં પાણી ભરાઈ ગયું હતુ. દરમિયાન ત્યાંથી પસાર થતા નાગરિકોને પાઈપલાઈન ફાટી હોવાનું ધ્યાને આવતાં તેમણે આ અંગે મહાનગરપાલિકાને જાણ કરી હતી. જેના અનુસંધાને પોલીસ અને મ્યુનિસિપલ વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર બેરીકેટેડ કરી દેવામાં આવ્યા અને નગરપાલિકાના ઇમરજન્સી વિભાગ, પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપ લાઇન અને રોડના સમારકામ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પાઈપલાઈન ફાટવાના કારણે આ વિસ્તારમાં થોડો સમય પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો.

સાવધાની રાખવાની અપીલ

આ ઘટના બાદ નગરપાલિકા પ્રશાસન સતર્ક બની ગયું છે અને તકેદારીના પગલા ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ પ્રશાસને માહિતી આપી છે કે શહેરના આવા વિસ્તારોનું નિરીક્ષણ(Inspection) કરવામાં આવશે અને ઉપાયાત્મક પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત મ્યુનિસિપલ પ્રશાસને નાગરિકોને રસ્તા પર ચાલતી વખતે કે ઘરની બહાર જતી વખતે સાવધાની રાખવાની અપીલ કરી છે.

આ સમાચાર પણ વાંચો:  UDAN Scheme: UDAN યોજના હેઠળ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં વધારો… મંત્રીએ આપી માહિતી.

Join Our WhatsApp Community

You may also like