ન્યુઝ કન્ટીન્યુઝ.બ્યુરો
23 ઑગસ્ટ, 2021
સોમવાર
યુપીનાં પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનાં નિધન બાદ આજે તેમના અંતિમ સંસ્કાર અતરૌલીમાં કરવામાં આવશે. તેમના નિધન પર ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે.
આ સાથે જ અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલ તરફ જતા રસ્તાનું નામ કલ્યાણ સિંહ માર્ગ રાખવામાં આવશે.
અયોધ્યાની સાથે સાથે લખનઉ, પ્રયાગરાજ, બુલંદશહેર અને અલીગઢમાં 1-1 રોડ પણ પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનાં નામે હશે.
આ માહિતી ઉત્તર પ્રદેશનાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આપી છે.
