રાજસ્થાનના મંત્રી બોલ્યા રાજસ્થાનના રસ્તાઓ હેમામાલિનીના નહીં પણ કેટરિનાના ગાલ જેવા જોઈએ, ગેહલોતે કહ્યું-મર્યાદામાં રહેવું જોઇએ

by Dr. Mayur Parikh

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 નવેમ્બર  2021

શુક્રવાર.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે સુરતથી અંકલેશ્વર ખાતે અહેમદ પટેલની પુણ્યતિથિના કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતા હતા. તે દરમિયાન તેમણે એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા કેટલાક મહત્વના મુદ્દા ઉપર પોતાનું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે મોદી સરકારને આડે હાથે લેતા કોરોના સંક્રમણ દરમિયાન કેન્દ્ર સરકારે કોરોના મૃતકો માટે રૂપિયા ૪ લાખ રૂપિયાની સહાય આપવા ઓર્ડર કર્યો હતો, તે મુદ્દે કહ્યું કે,ભારતના ઇતિહાસમાં છેલ્લા સિત્તેર વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી કે, સરકારે લોકોને રાહત આપવા માટેનો ઓર્ડર કાર્યો હોય અને તે પરત ખેંચવામાં આવ્યો હોય. મોદી સરકારે મોટું મંડળ રાખવું જોઈએ. મોદી સરકાર પાસે અત્યારે છપ્પનની છાતી બતાવવાની તક છે. સરકારે ચાર લાખ નહીં પરંતુ જો વધુ ગરીબ હોય તો પાંચ લાખ સુધીની સહાય આપવી જોઈએ.

રાજસ્થાન સરકારના મંત્રી રાજેન્દ્રએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે,રાજસ્થાનના રસ્તાઓ હેમામાલીની જેવા નહીં પરંતુ, કેટરીના કેફના ગાલ જેવા હોવા જોઈએ. હેમામાલીની હવે વૃદ્ધ થઈ ગઈ છે. આ સંદર્ભે અશોક ગેહલોતે જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિએ મર્યાદાની બહાર જઈને નિવેદન આપવું ન જોઈએ. આમ તો મુખ્યમંત્રી કે, મંત્રી કોઈ પણ હોય તેણે મર્યાદાની બહાર જઈને નિવેદન ન આપવું જોઈએ. રાજેન્દ્ર કયા સંદર્ભમાં બોલ્યા છે. તેનો મને ખ્યાલ નથી. પરંતુ આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી તેમ વધુમાં ગેહલોતે જણાવ્યું હતું.

ભારતમાં ત્રીજી લહેરના એંધાણ! કોલેજમાં એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ થયા કોરોનાગ્રસ્ત, આ છે કારણ 

અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહ્યા હતા. તેમણે હંમેશા ગુજરાતની ચિંતા કરી હતી. આજે તેમના પુણ્યતિથિના કાર્યક્રમમાં સુરતથી અંકલેશ્વર જવાનું થઈ રહ્યું છે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી.પરંતુ અહેમદ પટેલજીને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યો છું. એક સમાજસેવી સંસ્થા દ્વારા દિવ્યાંગો માટે જે કામ માનવતાનું થઈ રહ્યું છે. તે કામમાં સહભાગી થવા માટે હું ત્યાં હાજર થવા જાઉ છું તેમ વધુમાં અશોક ગેહલોતે જણાવ્યું હતું.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More