ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ઓગસ્ટ 2020
રોકી, મહારાષ્ટ્ર પોલીસ ટીમનો વિશ્વાસપાત્ર કૂતરો હતો. જેણે અત્યાર સુધીમાં 365 કેસો હલ કર્યા હતાં એવાં શ્વાનનું અવસાન થયું છે. રોકીના મોત બાદ બીડ પોલીસે તેને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપી હતી. રોકી બધા પોલીસ જવાનોનો પ્રિય કૂતરો હતો. બીડ પોલીસે ટ્વીટ કરીને રોકીના મોત અંગે માહિતી આપી હતી અને તેના પર દુ: ખ વ્યક્ત કર્યું હતું.
બીડ પોલીસે ટિ્વટ કર્યું હતું કે, 'અમારા સાથી અને ક્લીગ રોકીનું લાંબી બીમારી બાદ સાંજે 4 વાગ્યે નિધન થયું હતું. તેણે અમને 365 કેસમાં આરોપીઓ ને પકડવામાં અને ગુના ઉકેલવામાં મદદ કરી હતી. જેમાં આતંકવાદી હુમલા, જાહેર રેલીઓમાં ચુસ્ત બંદોબસ્ત કરવો, માદક પદાર્થો અને શરાબ જેવી હેરાફેરી માં મદદરૂપ થવું" બહાદુર કૂતરાને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટાથી મોટા પોલીસ ઑફિસર થી લઈને નાના પદ પર બિરાજતા પોલીસે તેને સન્માન આપી રૂખસત કર્યો હતો. આ ટ્વીટ સાથે પોલીસે રોકીની તસ્વીર પણ શેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે કેટલાય કૂતરાઓને પોલીસ ડોગ સ્કવોડમાં વિશેષ તાલીમ આપવામાં આવે છે. આ કૂતરાઓને ડ્રગ્સ ઓળખવા, વિસ્ફોટકો ઓળખવા, પુરાવા શોધવા અને લોકોનું પગેરું મેળવવા માટેની ખાસ તાલીમ આપવામાં આવે છે. એક માણસની જેમ જ ડૉગ સ્કૉવોડ ના કૂતરાઓને પે રોલ પર રાખવામાં આવે છે. અને એક પોલીસ જવાન જેટલી બધી જ સવલતો ડૉગ ને પણ આપવામાં આવે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com