ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 ઓક્ટોબર 2020
એનસીપીના યુવા નેતા અને ધારાસભ્ય રોહિત પવારે ભાજપને જોરદાર ઝટકો આપ્યો છે. કરજત-જામખેડ મત વિસ્તારના ભાજપના પાંચ કોર્પોરેટરો એનસીપી જૂથમાં જોડાયા છે. જેમાં કરજતનાં 3 અને જામખેડનાં 2 ભાજપનાં કોર્પોરેટરો શામેલ છે. જામખેડ પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને વર્તમાન કોર્પોરેટર મહેશ નિમોનકર સહિત ભાજપના ત્રણ કોર્પોરેટરોએ એનસીપીની ઘડિયાળ પહેરી છે.. ભાજપ છોડનાર સભ્યો નો આરોપ છે કે તેઓના વિસ્તારમાં જે રીતે ભાજપ શાસન કરી રહી છે અને વિકાસના કામો અટકી પડયા છે તેનાથી તેઓ નાખુશ છે.
કરજત જામખેડ વિધાનસભા મત વિસ્તારના પ્રમુખ પ્રા. મધુકર રાલભટ, પૂર્વ અધ્યક્ષ સુભાષ અવધડ, એનસીપીના વરિષ્ઠ નેતા સૂર્યકાંત મોરે, તાલુકા ઉપપ્રમુખ દયાનંદ કથલે, સતિષ ચવ્હાણ, બાપુરાવ શિંદે, અમોલ જાવેલે, પિન્ટુ કાલે, અશોક ધેંડે દાદાસાહેબ ભોરે, અમિત જાધવ, આસિફ શેખની ઉપસ્થિતિમાં જામખેડ નગરપાલિકાના ઉપ-મેયર અને વર્તમાન કાઉન્સિલરો મહેશ નિમોનકર, મોહન પવાર અને રાજેશ વહાલ- બધાએ એક પત્રકાર પરિષદમાં એનસીપીમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
એનસીપી તાલુકા પ્રમુખ કાકાસાહેબ તાપકીર અને એનસીપી યુથ કોંગ્રેસના પ્રમુખ નીતિન ધાંડેએ એનસીપીમાં તમામને આવકાર્યા હતા. ધારાસભ્ય રોહિત પવારના જન્મદિવસ પ્રસંગે બાપુ સાહેબ નેટકેએ કહ્યું હતું કે તેમની પાર્ટીમાં વધુ પ્રવેશ લેવામાં આવશે.