News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં લાઉડ સ્પીકરને(Loudspeaker Row) મુદ્દે બરોબરનું રાજકરણ જામ્યું છે, જેમાં હવે આરપીઆઈ(એ)ના(RPI) નેતા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ(Union Minister Ramdas Athawale) પણ ઝુકાવી દીધું છે. જો કોઈ મસ્જિદ પરથી લાઉડ સ્પીકર હટાવ્યા તો અમારા પક્ષના કાર્યકરો તેનો વિરોધ કરશે, એવી જાહેરાત રામદાસ આઠવલેએ કરી છે.
મસ્જિદ પરના ભૂંગળા હટાવવાની થઈ રહેલી માગણીને લઈને રામદાસ આઠવલેએ કહ્યું છે અમારી પાર્ટીના લોકો મસ્જિદોની સુરક્ષા કરશે. ભૂંગળા હટાવવા આવેલા લોકોનો પણ તેઓ વિરોધ કરશે. અમે મસ્જિદો પરની લાઉડસ્પીકર હટાવવાની ભૂમિકાનો વિરોધ કરીએ છીએ.
રામદાસ આઠવલેએ મુસ્લિમ સમુદાયને પણ શાંત રહેવાની અપીલ કરી છે. મુસ્લિમ સમાજમાં ઉશ્કેરણીજનક નિવેદનો કરનારા મૌલાનાઓએ ચૂપ રહેવું જોઈએ. ગમે તે બોલીને સમાજમાં તણાવ ઊભું નહીં કરવાની સલાહ પણ રામદાસ આઠવલેએ આપી છે.
અહીં ઉલ્લેખનીય છે કે MNSના વડા રાજ ઠાકરેએ(Raj thackeray) ગુડીપડવાની રેલી દરમિયાન મસ્જિદોમાં થતા ઘોંઘાટ નો વિરોધ કર્યો હતો. જે બાદ રાજ ઠાકરેએ થાણેની બેઠકમાં પણ એ જ ભૂમિકાનો પુનરોચ્ચાર કર્યો હતો. એટલું જ નહીં, રાજ ઠાકરેએ રાજ્યની તમામ મસ્જિદો પરના ભુંગળા ઉતારવા માટે 3 મે સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. રાજ ઠાકરે આપેલી ડેડલાઈને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તે પહેલા રાજ ઠાકરેની સભા પહેલી મેના રોજ ઔરંગાબાદમાં(Aurangabad) યોજાવાની છે ત્યારે આ સભામાં રાજ ઠાકરે મસ્જિદો પરના સ્પીકરને લઈને શું કહે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. રાજ ઠાકરેએ એમએનએસ સૈનિકોને મસ્જિદોની સામે લાઉડસ્પીકર રાખવા અને જો 3 મે સુધીમાં સ્પીકર હટાવવામાં નહીં આવે તો હનુમાન ચાલીસા(hanuman chalisa) લગાડવાની સૂચના આપી છે.