News Continuous Bureau | Mumbai
દેશભરમાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mahotsav)ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવતે(Mohan Bhagwat) નાગપુર(Nagpur) માં સંગઠનના મુખ્યાલય(Headquater)માં ત્રિરંગો(tricolour) ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં સંઘના કેટલાક સ્વયંસેવકો અને પ્રચારકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વતંત્રતા દિવસ(Indepedence Day)ને ધ્યાનમાં રાખીને સંઘના મુખ્યાલય પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
RSS Sarsanghchalak Dr Mohan Bhagwat Ji hoisted the National Flag at the RSS Headquarters in Nagpur. #IndependenceDay
pic.twitter.com/4tp6vYg9R3— Friends of RSS (@friendsofrss) August 15, 2022
ધ્વજવંદન બાદ ઉપસ્થિત લોકોને સંબોધતા મોહન ભાગવતે કહ્યું કે ભારત(India)ને ઘણા સંઘર્ષ બાદ આઝાદી મળી છે અને તેને આત્મનિર્ભર(AtmaNirbhar) બનવાની જરૂર છે.ભાગવતે કહ્યું, "આજનો દિવસ ગૌરવ અને સંકલ્પનો દિવસ છે. ઘણા સંઘર્ષ પછી દેશને આઝાદી મળી. તેણે આત્મનિર્ભર બનવાની જરૂર છે." ભાગવતે એમ પણ કહ્યું કે લોકોએ એ ન પૂછવું જોઈએ કે દેશ અને સમાજ તેમને શું આપે છે, પરંતુ તે વિચારવું જોઈએ કે તેઓ દેશને શું આપી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : આઝાદીના 75 વર્ષની ધામધૂમથી ઉજવણી- મુંબઈને પાણી પુરવઠો કરનારા આ બંધને ત્રિરંગી લાઈટિંગથી શણગારવામાં આવ્યો- જુઓ નયનરમ્ય દ્રશ્યો
RSSએ નાગપુરના રેશમબાગ વિસ્તારમાં સ્થિત ડૉ. હેડગેવાર મેમોરિયલ કમિટીમાં સ્વતંત્રતા દિવસના અવસર પર એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. નાગપુર મેટ્રોપોલિસના સહ-સ્થાપક શ્રીધર ગાડગેએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. RSS સ્વયંસેવકો આજે સાંજે 5 વાગ્યે શહેરના વિવિધ ભાગોમાં 'પથ સંકલ્પ' (માર્ચ પાસ્ટ) પણ કરશે.
આ સમાચાર પણ વાંચો : બેસ્ટની બસમાં પ્રવાસ કરવાનો છે-તો ધ્યાન રાખજો આ રૂટ પર કરવામાં આવ્યો છે ફેરફાર