ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૪ એપ્રિલ 2021
રવિવાર
મહારાષ્ટ્ર સરકારે કોરોના ટેસ્ટ રિપોર્ટ એટલે કે RT PCR ટેસ્ટની કાયદેસરની માન્યતા પર નવો નિયમ બનાવ્યો છે.

અત્યાર સુધી કોરોના માટે રેપિડ ટેસ્ટ તેમજ કોરોના ટેસ્ટ કરવામાં આવતો હતો. આ બે માંથી સૌથી મહત્વપૂર્ણ અને સૌથી જરૂરી એવો ટેસ્ટ છે RT pcr test. જોકે આ ટેસ્ટની કાયદેસરની માન્યતા કેટલી રહેશે તે સંદર્ભે અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નિયમ છે. હવે મહારાષ્ટ્ર સરકારે આ સંદર્ભે સ્પષ્ટતા કરી છે. સરકારી નિયમ મુજબ હવે ટેસ્ટ કરાવ્યા ના 15 દિવસ સુધી આ ટેસ્ટ રિપોર્ટ માન્ય રહેશે. ત્યારબાદ આ ટેસ્ટ રિપોર્ટ વધુ એક વખત કઢાવવા પડશે. આ ઉપરાંત રેપીડ એન્ટીજન ટેસ્ટની હવે કોઈ વધારે પડતી કાયદેસરની માન્યતા રહી નથી. આમ હવે જે કોઇ વ્યક્તિને બહારગામ જવું હશે અથવા કોઈ મહત્વપૂર્ણ કામ કરવું હશે તો તેણે આ પ્રમાણે પોતાના ટેસ્ટ કરાવવા પડશે.