Site icon

Driving Test in Kerala: કેરલામાં હવે ડ્રાઈવીંગ લાઈસન્સ માટે નિયમો વધુ કડક બન્યા, હવે લાઈસન્સ માટે સીધા ટ્રાફિકવાળા વ્યસ્ત રસ્તા પર રિયલ લાઈફ ટેસ્ટ લેવામાં આવશે!

Driving Test in Kerala: જો તમે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની તૈયારી કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. વાસ્તવમાં, વાહન વિભાગ (MVD) એ ડ્રાઇવિંગ ટેસ્ટના નિયમોમાં ઘણા ફેરફારો કર્યા છે. નવા નિયમ મુજબ હવે અરજદારોએ રિયલ લાઈફ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવી પડશે. એટલે કે, જો તમે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ ઇચ્છો છો, તો તમારે વ્યસ્ત ટ્રાફિકમાં ડ્રાઇવિંગ કરીને તમારી ડ્રાઇવિંગ કુશળતા દર્શાવવી પડશે.

Rules for Driving License now stricter in Kerala, now real life test will be taken for the license on a busy road with direct traffic!

Rules for Driving License now stricter in Kerala, now real life test will be taken for the license on a busy road with direct traffic!

News Continuous Bureau | Mumbai

Driving Test in Kerala: હવે કેરળમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું વધુ મુશ્કેલ બનશે. કારણ કે કેરળ મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ (MVD) એ ડ્રાઇવિંગ ટેસ્ટના નિયમોમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. અરજદારોએ હવે રિયલ લાઈફ ડ્રાઈવિંગ ટેસ્ટ ( Real life driving test) આપવો પડશે. તેનો અર્થ એ કે તમારે વ્યસ્ત ટ્રાફિકમાં ડ્રાઇવિંગ કરીને તમારી ડ્રાઇવિંગ કુશળતા સાબિત કરવી પડશે. આ સિવાય ટેસ્ટ નિયમોમાં કેટલાક અન્ય ફેરફારો પણ કરવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

તાજેતરમાં કેરળ મોટર વાહન વિભાગ ( MVD ) દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો હતો. જે મુજબ, હવે ડ્રાઇવિંગ લાયસન્સ ( Driving license ) અરજદારોએ વાસ્તવિક વ્યસ્ત રસ્તા પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો ફરજિયાત રહેશે. આ સિવાય વિભાગે એંગ્યુલર પાર્કિંગ, પેરેલલ પાર્કિંગ, ઝિગ-ઝેગ ડ્રાઇવિંગ જેવા અનેક ટેસ્ટ ફરજિયાત બનાવ્યા છે.

 Driving Test in Kerala: અરજદારોએ ‘H’ ટેસ્ટ આપતા પહેલા ગ્રેડિયન્ટ ટેસ્ટમાંથી પસાર થવું પડશે…

વધુમાં, આ પરિપત્રમાં અરજદારોએ ‘H’ ટેસ્ટ આપતા પહેલા ગ્રેડિયન્ટ ટેસ્ટમાંથી ( gradient test ) પસાર થવું પડશે. ઉલ્લેખનીય છે કે, આ નિયમ નવા ડ્રાઇવિંગ લાયસન્સ અરજદારો અથવા તેને રિન્યુ કરાવનારા બંને માટે લાગુ થશે. નવા નિયમોમાં આ જોગવાઈ ઉમેરવામાં આવી છે કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 15 વર્ષથી વધુ જૂની કારનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો:  Moto G Stylus 5G: Moto G Stylus 5G 2024 લૉન્ચ, Samsung Galaxy S24 Ultra ને આપશે સ્પર્ધા.. જાણો શું રહેશે કિંમત અને ફિસર્ચ..

આ નિયમ અનુસાર, ટેસ્ટ દરમિયાન, ફક્ત તે જ વાહનોને ટુ-વ્હીલર સેગમેન્ટમાં સામેલ કરવામાં આવશે. જેની એન્જિન ક્ષમતા 95 સીસી અથવા તેનાથી વધુ હશે. આ સિવાય ફોર-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટમાં ઇલેક્ટ્રિક અને ઓટોમેટિક કારનો સમાવેશ કરવામાં આવશે નહીં. આ નવા નિયમ મુજબ ટેસ્ટિંગ માટેના વાહનોમાં ડેશબોર્ડ કેમેરા અને વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ ( GPS ) લગાવવું ફરજિયાત રહેશે.

સ્થળ પર હાજર ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટરે ડ્રાઇવિંગ ટેસ્ટ રેકોર્ડ કરવાનો રહેશે, જેના માટે તેણે પોતાની સાથે મેમરી કોર્ડ પણ રાખવાનું રહેશે. આ રેકોર્ડિંગ MVD સિસ્ટમમાં ટ્રાન્સફર કરવામાં આવશે. એટલું જ નહીં, ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર અરજદારે આગામી 3 મહિના સુધી રેકોર્ડિંગની નકલ તરીકે મેમરી કોર્ડ પોતાની સાથે રાખવાનું પણ ફરજિયાત રહેશે.

 Driving Test in Kerala: કેરળ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર્સ એન્ડ વર્કર્સ એસોસિએશને આ પરિપત્રને કેરળ હાઇકોર્ટમાં પડકાર્યો હતો…

તાજેતરમાં કેરળ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર્સ એન્ડ વર્કર્સ એસોસિએશને આ પરિપત્રને કેરળ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ અદાલતે તેમની અરજી ફગાવી દીધી હતી, હકીકતમાં, એસોસિએશન આ નવા ફેરફારોને પડકારજનક ગણી રહી છે. ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC), સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (CITU) અને ઓલ કેરળ ડ્રાઇવિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન સાથે જોડાયેલા યુનિયનો સહિત અનેક ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશનોએ સમગ્ર રાજ્યમાં ડ્રાઇવિંગ ટેસ્ટનો બહિષ્કાર કર્યો છે અને હડતાળ પર ઉતર્યા છે. જો કે, તે જોવાનું રસપ્રદ રહેશે કે કેરળ મોટર વાહન વિભાગ (MVD) દ્વારા જારી કરવામાં આવેલો આ નવો નિયમ સમગ્ર દેશમાં લાગુ થાય છે કે નહીં.

આ સમાચાર પણ વાંચો:  Ahmedabad news: અમદાવાદની મહિલાને ચિકન સેન્ડવીચ ડિલિવર થવા બદલ જોઈએ છે 50 લાખ રૂપિયાનું વળતર

Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Exit mobile version