શું સત્તાધારી શિવસેનાની ધાક ઓછી થઈ ગઈ? પક્ષને મળતા ડોનેશનમાં થયો જબરદસ્ત ઘટાડો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

ગુરુવાર

મહારાષ્ટ્રમાં એક સમયે સત્તાધારી પાર્ટી શિવસેનાની શાખ હતી. શિવસેના સુપ્રીમો બાળ ઠાકરના અવસાન બાદ જોકે છેલ્લાં વર્ષોમાં શિવસેનાનો જે રુતબો, તેનો ડર લોકોમાં હતો એ ઓછો થઈ રહ્યો હોવાનું જણાઈ આવે છે. હાલ મહારાષ્ટ્રમાં શિવસેના, કૉન્ગ્રેસ અને NCP સાથે મહાવિકાસ આઘાડીની સરકાર ચલાવી રહી છે. છતાં શિવસેના પક્ષને મળતા ડોનેશનમાં લગભગ 15.57 ટકાનો ઘટાડો થયો છે.

હિંદુત્વનો ઝંડો ફરકાવનારી શિવસેનાને છેલ્લાં થોડાં વર્ષોથી મળતા ડોનેશનમાં ઘટાડો થયો છે, જે પક્ષ માટે ચિંતાજનક બાબત છે. 2019ની 28 નવેમ્બરથી ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર બન્યા હતા.  એ વર્ષમાં એટલે કે 2019-20માં આર્થિક વર્ષમાં સેનાને ફક્ત 114.40 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. એમાં 105.65 કરોડ રૂપિયા ડોનેશન અને ગ્રાન્ટ મારફતે, 25.39 લાખ રૂપિયા ફી અને રજિસ્ટ્રેશનરૂપે તો  5.50 કરોડ રૂપિયા અન્ય સ્રોત મારફત મળ્યા હતા.

છેલ્લાં બે વર્ષમાં શિવસેનાએ લગભગ 100 કરોડ રૂપિયાથી પણ વધુ રકમ ઇલેક્ટ્રોલ બૉન્ડ મારફત ડોનેશનમાં મેળવી હતી. 2019-20માં 36.70 ટકા એટલે કે લગભગ 40.98 કરોડ રૂપિયાની આવક શિવસેનાને ઇલેક્ટ્રોલ બૉન્ડથી થઈ હતી.

મહારાષ્ટ્રમાં શિક્ષણ ખાતાની જાહેરાતનો ફિયાસ્કો, આ પ્રધાને કહ્યું દીધું કે શાળાઓ ખૂલવાની નથી; જાણો વિગત

ઇલેક્શન કમિશનના જણાવ્યા મુજબ આર્થિક વર્ષ 2018-19માં  શિવસેનાને 135.50 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું, એમાં 60.40 કરોડ રૂપિયા પાર્ટીને ઇલેક્ટ્રોલ બૉન્ડથી મળ્યા હતા. આર્થિક વર્ષ 2019-20માં  લગભગ 114 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. શિવસેનાને મળેલી દાનની રકમ સામે 2019ની લોકસભાની ચૂંટણીમાં તેણે 24.31 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!