ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
હાલ મહારાષ્ટ્રમાં સચિન વાઝે કાંડે મહારાષ્ટ્ર સરકારની ઊંઘ ઉડાડી નાખી છે. આ સંદર્ભે શિવસેના રીતસરની ગુંડાગીરી ઉપર ઉતરી આવી છે. આ વાત છે સંસદ ભવનની.
અમરાવતી ના સાંસદ સભ્ય નવનીત રાણાએ મહારાષ્ટ્રમાં થઈ રહેલી પોલીસની ગુંડાગર્દી સંદર્ભે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જોકે તેણે આ પ્રશ્ન ઉઠાવ્યો ત્યારબાદ શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે તેને સંસદ ભવન ની અંદર ખખડાવી નાખી હતી. અરવિંદ સાવંતે એને કહ્યું હતું કે હવે તને જેલ માં નાખીશું.
આવા આરોપ સાથે નવનીત રાણાએ પોતાની ફરિયાદ મૂકી છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં જે કોઈ વ્યક્તિ ઉદ્ધવ ઠાકરેની વિરોધમાં બોલે છે તેની શિવસૈનિકો ધોલાઈ કરે છે. હવે દિલ્હીના સંસદમાં પણ શિવસેનાના સાંસદ આવું અણછાજતું વર્તન કરી રહ્યા છે.
