News Continuous Bureau | Mumbai

Salangpur Hanuman Ji : ગુજરાતમાં(Gujarat) એવી ઘણી જગ્યાઓ આવેલી છે જ્યાં હનુમાનજી (Hanuman ji ) ના ભવ્ય મંદિરો આવેલા છે. પરંતુ સૌથી વધુ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર હોય તો તે છે સાળંગપુર ( Salangpur ) કષ્ટભંજન હનુમાન દાદાનુ મંદિર.
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતીક એવા સાળંગપુર ગામે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને આજે 2400 કિલો મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીનો મહાઅન્નકૂટ ધરાવાયો છે.
પૂજારી ધર્મકિશોર સ્વામીના જણાવ્યાનુસાર આ રત્નાગીરી કેરીના એક બોક્સમાં સાડા ચાર કે, પાંચ ડઝન કેરી છે. આ કેરી ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Hanuman Chalisa Gujarati : બજરંગબલીને પ્રસન્ન કરવા વાંચો હનુમાન ચાલીસા, બધી પરેશાનીઓ અને પીડાઓ થશે દૂર…
રંગબેરંગી ઓર્કિડ ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ સાથે જ હનુમાનજીને 15 કિલોના ચાંદીના 1 લાખ 8 હજારથી વધુ ડાયમંડવાળા વાઘા પણ પહેરાવામાં આવ્યા છે.
અહીં લોકો હનુમાન દાદા દર્શન કરવા તેમજ પોતાની આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા આવે છે.
ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં દરરોજ હનુમાનજીની મૂર્તિને આરતી અને શણગાર કરવામાં આવે છે અને દેશભરમાંથી ભાવિક ભક્તો અહીં માથું ટેકવા અને શ્રીફળ ચડાવવા આવે છે.